સમાજ માં ભોળા ભક્તો ની શ્રદ્ધા નો ફાયદો ઉઠાવી પોતાની જાત ને સંત કહેડાવતા હવસખોર ઈસમો પોતાના જ ભક્તો ની જ નાની ઉંમર ની નાદાન પુત્રીઓ બાળાઓ અને યુવતીઓ ને શિકાર બનાવી સેક્સ માણતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે કઈક આવાજ પ્રકરણમાં ગાજેલા વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે 5 વર્ષ સુધી કિશોરી પર દુષ્કર્મ આચર્યુ હોવાની વાત બહાર આવ્યા બાદ પ્રશાંત ની સેવિકા દિશા એ પણ ચોંકાવનારી કબૂલાત કરી છે અને પોતે પણ સંત નો શિકાર બની હોવાનું જણાવતા હાહાકાર મચ્યો છે. પોલીસ રિમાન્ડ દરમિયાન સેવિકા દિશા અનેક ખુલાસાઓ કરી રહી છે. જેમાં ધો.10 ની માસૂમ પીડિતાને પાખંડી પ્રશાંતના બેડરૂમમાં મોકલી હોવાની અંગત સેવિકા દિશા જોને કબૂલાત કરી છે અને કોઇ મહિલાઓનું શોષણ થતું હોય, ત્યારે સેવિકા દિશા ચૂપ જ રહેતી હતી. દિશાના બે દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થતાં ફરી તેનો કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
દિશા પ્રશાંતથી એટલી પ્રભાવિત હતી કે, તેને સામે સવાલ સુદ્ધા કરતી નહોતી પાખંડી પ્રશાંત ઉપાધ્યાય સામેના દુષ્કર્મના કેસમાં પકડાયેલી અંગત સેવિકા દિશાના બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે, 12 વર્ષથી પ્રશાંતની સતત સાથે રહેલી દિશા જોન પ્રશાંતથી એટલી પ્રભાવિત હતી કે, તે તેને સામે સવાલ સુદ્ધા કરતી ન હતી અને પ્રશાંતના દરેક કાર્યોમાં તે સહકાર આપતી હતી. પ્રશાંતે તેનું પણ શોષણ કર્યું હતું અને છતાં અન્ય કોઇ મહિલાનું શોષણ થાય તો પણ દિશા ચૂપ રહેતી હતી.
2008માં દિશા મુંબઇથી માતા સાથે વડોદરા આવ્યાં બાદ પ્રશાંતના સંપર્કમાં આવી હતી. ફાંકડું અંગ્રેજી બોલતી દિશા ટૂંકાગાળામાં પ્રશાંતની નજીક આવી ગઇ અને તે કહે તેમ કરતી હતી. પ્રશાંતની સાથે સતત રહેતી હતી અને તે તેને એકલો મૂકતો ન હતો. પ્રશાંતની દરેક અંગત વાત તેને ખબર હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. આમ પાખંડી સંતે હજુપણ વધુ કિશોરીઓ ને પોતાની હવસ નો શિકાર બનાવી હોવાની શક્યતા વ્યક્ત થઇ રહી છે.
પોલીસે પ્રશાંત ની સેવિકા દિશા જોનને સાથે રાખીને વાઘોડિયા ડભોઇ રોડ પર આવેલા કાન્હા ગોલ્ડમાં દિશાના ફ્લેટ પર પહોંચી તપાસ કરી હતી, દિશાનો મોબાઇલ કબજે કર્યો હતો. જોકે લેપટોપ અગાઉ કબજે કરાયું હોવાનું બહાર આવ્યું હતું બીજી તરફ આજે ગુરુવારે દિશાને સાથે રાખીને ગોત્રીમાં આવેલા પ્રશાંતના આશ્રમમાં સર્ચ કરવામાં આવશે. દિશાએ પોલીસને ફરીથી એકવાર જણાવ્યું હતું કે પ્રશાંત જેને બોલાવતો હતો તે મહિલાને તે પ્રશાંતની રૂમ મોકલતી હતી. જેમાં વધુ યુવતીઓ ના નામો બહાર આવે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.
