દેશ માં બિહાર વિધાનસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અહીં મતદાન ના અંતિમ તબક્કામાં 15 જિલ્લામાં 78 વિધાનસભા ક્ષેત્રો માં મતદાતાઓ મતદાન કરી રહ્યાં છે. 78 વિધાનસભા ક્ષેત્રોમાં કુલ 1204 ઉમેદવાર જંગ માં છે.જેમાં ખાસ કરીને વિધાનસભા અધ્યક્ષ સહિત 12 મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે.
બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં આજે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન છે. બધા મતદારોને મારી અપીલ છે કે તેઓ વધુમાં વધુ લોકશાહીના આ પર્વમાં ભાગીદાર બને અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે સાથેજ કેદ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ મતદારો ને પોતના મતાધિકાર નો ઉપયોગ કરવા અપીલ કરી હતી. આમ હવે અંતિમ તબક્કા ના મતદાન બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
