દુનિયા હાઈટેક યુગ માં પહોંચી હોવાછતાં હજુપણ ભોળા લોકો ઢોંગી બાવા,ફકીર,ભૂવા,તાંત્રિક વગેરે હવસખોરો ના હાથ માં પોતાના ઘર ની બેન,દીકરીઓ ને સોંપી દઈ ઈજ્જત લૂંટાવી રહ્યા ના કિસ્સાઓ વધી ગયા છે ત્યારે આ માટે સમાજ માં જાગૃતિ આવે તે જરૂરી છે.
આવા જ એક બનાવ માં એક મજબુર ભોળા પિતા ની બે માસૂમ પુત્રીઓ ની વિધિ કરવાના બહાને બે ઠગ ભગતો એ 50 હજાર લઈ બન્ને પુત્રીઓ ઉપર વારંવાર રેપ કરી ગર્ભવતી બનાવી દીધી હોવાનો ચોકવનારો બનાવ સામે આવ્યો છે.
દક્ષિણ ગુજરાત ના ગણદેવી તાલુકાના એક ગામમાં રહેતી એક યુવતી અને તેની સગીર ઉંમરની બેનને તાંત્રિક વિધિ કરવાના બહાને નંદુરબારના તાંત્રિકે અવારનવાર બળાત્કાર ગુજારીને બન્ને બહેનોને સગર્ભા બનાવી દેતા આખરે બન્ને બહેનોના પિતાએ ગણદેવી પોલીસમાં તાંત્રિક અને તેના બે સાગરિતો વિરુધ્ધ ફરિયાદ આપતાં પોલીસે તાંત્રિક સહિત ત્રણેય આરોપીઓ ને દબોચી લીધા હતા.
ચા અને નાસ્તાની લારી ચલાવતા એક ગરીબ પોતાની પરિણીત પુત્રી માટે ચિંતિત હોય કઈક દોરા ધાગા કરી સમસ્યા દૂર કરવા ત્રણ મહિના અગાઉ સુરેશ રામસેવક પટેલ (30) રહે. (માણેકપોર, તા. ચીખલી) તાંત્રિક લખાપોર, તા. તલોધ, નંદુરબાર, મહારાષ્ટ્રના વિષ્ણુ મહારાજ ઉર્ફે વિષ્ણુ ચતુર નાઈક ( ઉ.વ. 37 )પાસે લઈ ગયો હતો.
જયા લારીવાળાએ પોતાની પરિણીત પુત્રી અંગેની સમસ્યા જણાવતા તાંત્રિકે તમારી પુત્રીની વિધિ કરવી પડશે તેથી તેને તાંત્રિક પાસે થોડા દિવસ રાખવી પડશે તેમ કહી વિધિ માટે રૂ. પચાસ હજારનો ખર્ચ થશેએમ જણાવ્યું હતું. તાંત્રિકની વાતોમાં આવી જઇ લારીવાળાએ પોતાની પુત્રીને તેની પાસે છોડી પરત ઘરે આવીને પોતાની બચત ના બેન્ક માં રાખેલા પૈસા માંથી એકાઉન્ટમાંથી રૂપિયા 49,500 તાંત્રિક ને મોકલ્યા હતા. બીજી તરફ વાસના લોલૂપ વિષ્ણુએ યુવતીને વિધિ કરવાના બહાને તેને નગ્ન કરી દઈ સંભોગ કર્યો હતો અને વારંવાર તેના પર બળાત્કાર ગુજારતો રહ્યો હતો.
થોડા દિવસ બાદ યુવતીના પિતા તેને ઘરે લઇ જવા માટે આવતાં વિષ્ણુએ અમુક વિધી બાકી છે તે કરવાની હોવાથી ફરીથી આને લઇ આવજો એવું કહીને પિતા પુત્રીને રવાના કર્યા હતાં. જોકે ડરી ગયેલી યુવતીએ પોતાની સાથે થયેલા દુષ્કર્મની વાત પરિવારને જણાવી ન હતી. થોડા દિવસ બાદ વિષ્ણુએ યુવતીને ફરીથી બોલાવી હતી. પરંતુ યુવતીએ તેની પાસે જવાની ના પાડી દીધી હતી. પરંતુ તાંત્રિકે વિધિ પૂર્ણ નહીં થાય તો મુશ્કેલી સર્જાવાની ચીમકી આપતા ગભરાયેલો ચા વાળો પોતાની બીજી સગીર વયની પુત્રીને વિષ્ણુ પાસે લઇ ગયો હતો.
વિષ્ણુ સગીર વયની બાળકી સાથે પણ વિધિના નામે બળાત્કાર ગુજારતો રહ્યો હતો આ ઘટનાને બે મહિના બાદ બન્ને બહેનો ગર્ભવતી હોવાનું બહાર આવતા પરિવાર ચોંકી ઉઠયો હતો. આ દરમીયાન વિષ્ણું ને સગીરા ગમી જતા તેને લગ્ન કરવાની લાલચ આપી પોતાના સાગરીત સુરેશ પટેલ અને અબ્દુલ પઠાણની મદદગારીથી ભગાડી ગયો હતો. જે અંગે ભોગ બનનારના પિતાએ ગણદેવી પોલીસમાં ફરીયાદ આપતાં પોલીસે આરોપી તાંત્રિક વિષ્ણુ મહારાજ, સુરેશ પટેલ અને અબ્લુલ પઠાણ રહે. નવસારી સામે અપહરણ, બળાત્કાર, વિશ્વાસઘાત, પોસ્કો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતાં આ ઘટના એ અહીં સ્થાનીક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી આમ એક ભોળા ગરીબ વ્યક્તિ એ વધુ પડતી અંધશ્રદ્ધા માં 50,000 રૂપિયા અને બે પુત્રીઓ ની જિંદગી દાવ ઉપર લગાવી પસ્તાવા નો વારો આવ્યો હતો.
અખબારો માં અને મીડિયા માં આવા ઢોંગી ધૂતરાઓ અને હવસખોરો વિશે અવારનવાર સમાચારો આવતા હોવાછતાં લોકો હજુપણ ભોગ બની રહ્યા છે.
