શુ આપની પાસે ફોર વ્હીલર છો તો હવે નવા નિયમ લાગુ પડી ગયા છે અને ફાસ્ટેગ લગાવવા માટે લોકો પાસે લગભગ 2 મહિનાનો સમય બચેલો છે નવા નિયમ મુજબ હવે 1 એપ્રિલ 2021 બાદ ફાસ્ટેગ લગાવવુ ફરજિયાત થશે
નિયમ મુજબ 1 જાન્યુઆરી 2017 બાદ વેચાયેલા વાહનોમાં ફાસ્ટેગ લગાવવું ફરજીયાત થશે. તમામ ફોર વ્હીલર વાહનોનું રજિસ્ટ્રેસન ફરજિયાત કરવામાં આવ્યું હતુ. એટલુંજ નહીં ટ્રન્સપોર્ટ વ્હીકલ માટે ફાસ્ટેગ લગાવ્યા બાદ ફિટનેશ સર્ટિફિકેટ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 1 ઓક્ટોબર 2020થી ફરિજયાત કરવામાં આવ્યું હતુ કે વાહનોના નેશનલ પરમિટ માટે ફાસ્ટેગ લગાવવનું રહેશે. આ ઉપરાંત ફોર્મ 51 નામ માધ્યમથી નવા થર્ડ પાર્ટી ઈન્શ્યોરેન્શ કરાવવા માટે 1 એપ્રિલ 2021 બાદ ફાસ્ટેગ લગાવવુ ફરજિયાત થશે. ફોર્મમાં ફાસ્ટેગ આઈડી દાખલ કરવાની રહેશે. ફાસ્ટેગથી ટોલ પર વાહનોનો સમય બચશે. લાંબી લાઈને કારણે ખર્ચાતા ઈંધણમાં બચત થશે. કેન્દ્ર સરકાર ટોલ પર ઈલેક્ટ્રોનિક મોડથી 100 ટકા ટેક્સ લેવાની દિશામાં વધી રહી છે.
રાષ્ટ્રીય રાજમાર્ગ ટોલ પ્લાઝા અને 22 વિભિન્ન બેંકથી ફાસ્ટટેગ ખરીદી શકો છો. આ પેટીએમ, એમેજોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ કોમર્સ પ્લેટફોર્મ પર પણ છે. આ ઉપરાંત Fino Payments Bank અને Paytm Payments Bank પણ ફાસ્ટેગ જારી કરે છે.
જો ફાસ્ટ ટેગ NHAI પ્રીપેડ વોલેટ સાથે જોડાયેલું છે. જેને ચેકના માધ્યમથી અથવા યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, NEFT, નેટ બેંકિંગ વગેરેના માધ્યમથી રિચાર્જ કરી શકાય છે.
જો બેંક ખાતાને ફાસ્ટટેગ સાથે લિંક છે તો પૈસા સીધા કપાસે.
જો પેટીએમ વોલેટને ફાસ્ટેગ સાથે લિંક ક્યુ છે તો પૈસા સીધા વોલેટમાંથી કપાશે.આમ આ નિયમ ને લઈ તમારે તૈયારી કરવી પડશે કારણ કે સરકારી ફરમાન છે.
