વડોદરા માં ધો.10 ની કિશોરી ને બેભાન કરી દુષ્કર્મ કરવાના કેસમાં ગોત્રી પોલીસે આરોપી પ્રશાંત ઉપાધ્યાય નો કબ્જો મેળવી વડોદરા કોર્ટમાં રજૂ કરી 10 દિવસ ના રિમાન્ડ ની માંગણી કરતા કોર્ટે આરોપી પ્રશાંતના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
અત્રે નોંધનીય છે કે 2013થી 2017ના ગાળામાં પ્રશાંતના દયાનંદ પાર્કના આશ્રમમાં રહીને સેવા કરતી અને ધો.10 ની કિશોરી ઉપર 12 વખત દુષ્કર્મ કર્યું હતું. આ કૃત્યમાં તેમની શિષ્યાઓ દિશા જોન, દીક્ષા ઉર્ફે સીમા અને ઉન્નતિ જોશી પણ સામેલ હોવાનો આરોપ કિશોરીએ નોંધાવ્યો હતો. પ્રશાંતે કિશોરીને વિડિયો વાઈરલ કરવાની પણ ધમકી આપી હતી. દરમિયાન પોલીસે દિશા જોનને ઝડપી લઇ તેના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ત્યારબાદ જેલ હવાલે કરવામાં આવી હતી. પોલીસે દુષ્કર્મ અને ઠગાઇના કેસમાં જેલમાં રહેલા પ્રશાંતનો કબજો મેળવી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે નેગેટીવ આવતાં શનિવારે સાંજે તેની સત્તાવાર ધરપકડ કરાઇ હતી. પ્રશાંતને આજે દુષ્કર્મ મુદ્દે તપાસ કરવા કોર્ટમાં રજૂ કરીને પોલીસે રિમાન્ડ મેળવ્યા છે.
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, પ્રશાંત રીઢા ગુનેગારની જેમ એક જ રટણ કરી રહ્યો છે કે, તેના ભકતો તેની સામે ખોટી ફરિયાદો કરી રહ્યા છે. બીજી તરફ પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે, પ્રશાંત અવારનવાર સેવાના નામે નિઃશુલ્ક હોમ અને હવનોનું આયોજન કરતો હતો અને ત્યારબાદ વિવિધ બહાના હેઠળ વિવિધ ચીજો અને પૈસાની માંગણી કરતો હોવાની ફરિયાદો ઉઠી છે તેના ફિલ્મી ડાયલોગ બોલતા અને કિશોર કુમાર ના ગીતો ઉપર લીપસિંગ કરતા રંગીન મિજાજી વિડીયો બહાર આવતા તેની માનસિકતા છતી થઈ છે અને કેટલી કિશોરીઓ ને પોતાની હવસ નો શિકાર બનાવી છે તે અંગે તપાસ ચાલી રહી છે.
