ગુજરાત માં ખુબજ જાણીતા નામો માં આદર થી લેવાતા નામ માં ફાધર વાલેસ નું નામ હતું જેઓ નવેમ્બર 4, 1925ના રોજ સ્પેનના લોગ્રોનોમાં જન્મ્યા હોવાછતાં અને વિદેશી હોવાછતાં ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાને પોતાનો ભરપૂર પ્રેમ આપી આપનાર ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે.
1960થી 1982 દરમિયાન અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના આ અધ્યાપક રહેલા અને વિદ્યાર્થીઓ માં દેવદૂત તરીકે ફાધર વાલેસ જાણીતા હતા. તેમનાં લખાણોમાં સરળ ગદ્યની નોખી અભિવ્યક્તિ તેમના હાથે સહજ બની હતી.
જીવનઘડતરના ધ્યેયથી, સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી સહિત અનેક નિબંધ સંગ્રહ તેમણે આપ્યા હતા. તેમણે ગુજરાતીમાં કરેલા ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન માટે 1966માં કુમાર ચંદ્રક અને 1978માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. આવા ફાધર વાલેસ નિવૃત્તિ પછી સ્પેનમાં રહેવા ચાલ્યા ગયા હતા, પણ અવારનવાર કર્મભૂમિ ગુજરાતની મુલાકાતે આવતા રહેતા હતા. તેઓ ના જવાથી સહિત્ય ક્ષેત્ર માં વધુ એક સિતારો અસ્ત થયો છે અને સાહિત્ય ની દુનિયા માં એક ખોટ પડી છે.
