ગુજરાત માં મતગણતરી ચાલુ છે ત્યારે હાલ માં જ મળતા અહેવાલો મુજબ લીંબડી, ધારી, કરજણ, અબડાસા, ગઢડા, કપરાડા અને ડાંગ બેઠકમાં ભાજપ આગળ છે જ્યારે મોરબી બેઠક પર કોંગ્રેસ 3372 મત સાથે આગળ હોવાના અહેવાલ છે. આ વખતે ઇવીએમની સંખ્યા પણ વધી છે, જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે, જેથી પરિણામ ચિત્ર સ્પષ્ટ થતાં બપોરે 12થી 2 વાગે એવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
