આખરે ગુજરાતમાં કોંગ્રેસ ના સુપડા સાફ થઈ ગયા છે અને હાર્દિક પટેલ નો જાદુ ન ચાલ્યો અને અમિત ચાવડા ના વળતા પાણી થઈ ચૂક્યા છે.ભાજપે આઠેય બેઠકો કબ્જે કરી કોંગ્રેસ ના સુપડા સાફ કરી નાખ્યા છે. જીત પર મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ નું ગદ્દારવાળું કેમ્પેઇન નિષ્ફળ રહ્યું છે,માત્ર ટ્વિટ કરવાથી પ્રજા મત નથી આપી દેતી અને લોકોએ ભાજપ ના વિકાસ જોઇને મત આપ્યો છે. કોંગ્રેસે EVM પર ખોટા આરોપ લગાવ્યા છે. તેઓ એ કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ જીતી ત્યારે EVMમાં કોઈ ને કેમ ખામી ન દેખાઈ હતી. કોંગ્રેસ જ્યાં હારે છે ત્યાં EVMના ખોટા આક્ષેપ કરે છે.
સાથેજ ભાજપે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે વિજય મહોત્સવ ની તૈયારીઓ શરૂ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ પહોંચ્યા છે, પેટાચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવ્યો છે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કમલમ પહોંચી રહ્યા છે. કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ. તો બીજી તરફ, કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. કોંગ્રેસ ભવન ખાતે સોપો પડી ગયો છે. અને પરેશ ધાનાણી એ ટ્વીટ કરી હાર સ્વીકારી લીધી છે.
ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપની જીત પર મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, પેટાચૂંટણી તો માત્ર ટ્રેલર છે, હજુ 2022ની વિધાનસભાની અને પંચાયતની ચૂંટણી બાકી છે. આ જનતાનો વિજય છે, PM મોદીના નેતૃત્વ પર જનતાએ વિશ્વાસ મુક્યો છે. કોંગ્રેસે અનેક જૂઠ્ઠાણા ફેલાવ્યા હતા, પ્રજાએ કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપી દીધો છે. ભાજપ માત્ર જીત્યુ નથી પણ ભવ્ય મતથી જીત્યું છે તેઓ એ પેટાચૂંટણી કોરાનાકાળમાં યોજાઇ જેમાં કચ્છી, આદિવાસી, સૌરાષ્ટ્ર, મુસ્લિમ અને પાટીદાર સહિત દરેક સમાજના મતદારો નો આભાર માન્યો હતો.
