દેશ માં ગઈકાલ નો દિવસ ભારે ઉત્સુકતા સભર રહ્યો અને લગભગ 18 કલાકની મત ગણતરી બાદ બિહારમાં પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે અને એનડીએ 125 સીટો સાથે સત્તા બચાવવામાં સફળ થયું હતું. બિહાર વિધાનસભાની તમામ 243 સીટોનાં પરિણામો આવી ગયા છે. એનડીએએ 125 સીટો જીતીને પૂર્ણ બહુમતી માટે જરૂરી 122 સીટના આંકડાને પાર કરી લીધો હતો. મહાગઠબંધનને 110, એઆઈએમઆઈએમને 5 અને અન્યને 3 સીટો પર જીત મળી છે.
અગાઉ, ટ્રેન્ડ્સમાં એનડીએએ સવારે સાડા દસ વાગ્યે જ બહુમતીનો આંકડો પ્રાપ્ત કર્યો હતો પણ લગભગ આઠ કલાક બાદ સાંજે સાડા છ વાગ્યે ચિત્ર બદલાયું હતું અને એનડીએ 134થી ઘટીને 120 પર આવી ગયું. જો કે બે કલાક પછી જ તેણે ફરી 123 સીટો પર સરસાઈ સાથે બહુમતીનો આંકડો પાર કરી લીધો. 23 સીટો પર મતોનું માર્જિન 2000થી ઓછું હતું, તેથી એનડીએની સીટો બહુમતીથી ઓછી-વધુ થતી રહી.સોમવારે રાતે લગભગ સાડા નવ વાગ્યે આરજેડી અને કોંગ્રેસના નેતા નીતિશની ફરિયાદ કરવા ચૂંટણી પંચના કાર્યાલયે પહોંચ્યા હતા. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બિહારના દરેક મતદારે સ્પષ્ટ બતાવી આપ્યું છે કે તેમની પ્રાથમિકતા માત્રને માત્ર વિકાસ છે. આમ બિહાર માં ભાજપે પોતાનો દાવ અજમાવી લીધો છે અને 74 સીટ ઉપર કબ્જો કર્યો છે જ્યારે સાથી નીતિશ કુમાર ની પાર્ટી જેડીયું 43 સીટ હાંસલ કરી છે અને અન્ય સાથી પક્ષો હમ 4 અને વીઆઈપી 4 મળી 125 સીટ મળી હતી જ્યારે મહાગઠબંધન માં આરજેડી 75 કોંગ્રેસ 19 અને અન્ય મળી 110 સીટ મળી હતી
