સુરત થી ભાવનગર જવા માટે મોટા ઉપાડે ચાલુ કરેલી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ ત્રીજાજ દિવસે બગડી જઇ બંધ પડી જતા લોકો દિવાળી માં વતન જવા આવવા માટે ફસાઈ ગયા હતા અને કેટલાક તો એવું કહેતા નજરે પડ્યા હતા કે આના કરતાં બસ માં બુકીંગ કર્યું હોત તો સારું અને થોથિયું સાબિત થયેલી ફેરી સામે આક્રોસ વ્યક્ત કર્યો હતો. અમદાવાદ કેવડિયા નું જૂનું થાથિયું પ્લેન પણ બન્ધ અને હવે જૂનું શીપ પણ બંધ પડતા લોકો એ મન ભરીને આક્રોશ ઠાલવ્યો હતો.
ફેરી સર્વિસના પ્રારંભના ત્રીજા દિવસે શીપમાં ખામી સર્જાતા આ શિપ કે જે આજે બપોરે 12 વાગે ઘોઘાથી હજીરા તરફ જવાનું હતુ તે ખોટવાઈ જતા બંધ પડી ગયું હતું પરિણામે મુસાફરો રઝળી પડ્યા હતા અને ચાલુ કરવાની કોશિશ નિષ્ફળ ગયા બાદ છેક સાંજે 5 વાગે કેન્સલ કર્યાની શિપ મેનેજમેન્ટ વિભાગે જાહેરાત કરતા મુસાફરો રોષ સાથે પરત ફર્યા હતા, ફેરી સર્વિસના પ્રારંભને માત્ર 48 કલાક જ વીત્યા છે ત્યાંજ તે બગડી જતા આ ફેરી સર્વિસના ભવિષ્ય સામે અનેક સવાલો ઉભા થયા છે. રવિવારે શરૂ થયેલી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસમાં 48 કલાકમાં જ ખામી સર્જાઈ છે. જેમાં આ શિપ બપોરે 12 વાગે ઘોઘાથી રવાના થવાનું હતું. લોકો રો-પેક્સ ફેરીમાં દરિયાઈ મુસાફરીનો આનંદ માણવા 11 વાગે ઘોઘા ટર્મિનસ પહોંચી ગયા હતા. પરંતુ શિપમાં ટેક્નિકલ ખામી સર્જતા બંધ પડી ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે આ શીપ નું ઓપનિગ પણ થયું ન હતું ત્યારે આગલા દિવસે ટ્રાયલ લેવામાં પણ તે બંધ પડી ગયું ત્યારે જ શીપ ની ગુણવત્તા સામે સવાલ ઉભા થયા હતા.
