ગુજરાતમાં ચુંટણીઓ,મતદાન,પ્રચાર, તેમજ બજારો માં દિવાળી અને નાતાલ ના તહેવારો ને લઈ ભીડ વધતા નિયમો ના ધજીયા ઉડતા હવે જાણે કોરોના નો સેકન્ડ રાઉન્ડ શરૂ થયો હોય તેમ ફરી નવા કેસ નોંધાતા તંત્ર માં ચિંતા પ્રસરી છે અને શરદી,ખાંસી,તાવ ના દર્દીઓ નો પણ ચિંતા જનક વધારો થયો છે.
24 કલાકમાં રાજ્યમાં થયેલા લગભગ 52,960 ટેસ્ટ દરમ્યાન 1049ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હોવાની હકીકત સામે આવી છે આ પૈકી 5 દર્દીના મોત થઇ ગયા છે અને 879 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 91.11 ટકા થયો છે. જે 9 નવેમ્બરે 91.15 ટકા હતો. તેમજ એક્ટિવ કેસમાં વધારો થયો છે. 9 નવેમ્બરે એક્ટિવ કેસ 12,303 હતા જે 10 નવેમ્બરે વધીને 12,478 થઈ ગયા છે. આમ 24 કલાકમાં જ 175 એક્ટિવ કેસ વધી ગયા હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં અત્યારસુધીમાં 65 લાખ 72 હજાર 903 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1 લાખ 82 હજાર 719ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,773એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 66 હજાર 468 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,478 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 વેન્ટિલેટર પર જ્યારે 12,478 દર્દીની હાલત સ્થિર છે. આમ દિવાળી ના તહેવારો માં ફરી એકવાર દરેક જગ્યા એ કોરોના નું સંક્રમણ વધી રહ્યા નું સપાટી ઉપર આવતા લોકો ને જાતે જ કોરોના થી બચવા માસ્ક,સેનેટાઇઝર અને સ્વચ્છતા માટે આગ્રહ કરાઈ રહ્યો છે અને શરદી,ખાંસી વખતે એકબીજા થી અંતર રાખવા સહિત સતત મોઢા ઉપર માસ્ક રાખવા અનુરોધ કરવામાં આવી રહયો છે.
