આજકાલ વેબ ચેનલ અને વેબ પોર્ટલ ની ભરમાર વધી છે ત્યારે હવે તેની ઉપર પણ લગામ નાંખવા ગતિવિધિઓ તેજ થઈ છે અને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
‘ફેંક ન્યૂઝ’ને લઈને પત્રકારોની માન્યતા રદ કરવાના આદેશ બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટને રેગ્યુલેટ કરવા માટેના નિયમો બનાવવામાં આવ્યા છે. મંત્રાલયે આ માટે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે જે મુજબ હવે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ, ઓનલાઈન કન્ટેન્ટ પ્રોવાઇડર માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે.
કેન્દ્ર સરકારે આ પહેલા સુપ્રીમ કોર્ટમાં એક કેસમાં દલીલ કરી હતી કે ઓનલાઈન માધ્યમોનું રેગ્યુલેશન ટીવી કરતાં પણ વધુ છે. હવે સરકારે ઓનલાઈન માધ્યમોથી ન્યૂઝ અથવા કન્ટેન્ટ આપનાર માધ્યમોને મંત્રાલય હેઠળ લાવવા માટેના પગલાં ભરવામાં આવ્યા છે.
ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટને રેગ્યુલેટ કરવા માટે સરકારે 10 સભ્યોની કમિટી બનાવી હતી. આ કમિટીમાં માહિતી અને પ્રસારણ, કાયદા, ગૃહ, આઇટી મંત્રાલય અને ડિપાર્ટમેંટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અને પ્રમોશનના સચિવને સામેલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત MyGovના ચીફ એક્ઝિક્યુટિવ અને પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન અને ઇન્ડિયન બ્રોડકાસ્ટર્સ એસોસિએશનના અધિકારીઓને પણ સભ્ય બનાવવામાં આવ્યા હતા. કમિટીએ ઓનલાઈન મીડિયા, ન્યૂઝ પોર્ટલ અને ઓનલાઈન કન્ટેન્ટ પ્લેટફોર્મ માટે ‘યોગ્ય નીતિ’ની ભલામણ કરવા જણાવ્યું હતું જેને લઈ હવે નવા નિયમો ના દાયરા માં રહી મીડિયા ના નવા અવતાર ઉપર નિયમો બનાવવામાં આવતા હવે આડેધડ ન્યૂઝ નાખી શકાશે નહીં.
