કોરોના ની એન્ટ્રી અને લોક ડાઉન બાદ પણ નાના બાળકો ની સલામતી ને લઈ સ્કૂલ ચાલુ કરવા મુદ્દે અસમંજ નો માહોલ છે ત્યારે રાજ્ય સરકારે તા.23 નવેમ્બરથી સ્કૂલોમાં ધો. 9થી 12ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરતા વાલીઓ માં વિરોધ ચાલુ થયો છે કારણ કે સરકારે વિદ્યાર્થીઓ ને સ્કૂલ માં વાલીઓની જવાબદારી ઉપર બાળકો ને મોકલવા જણાવી દઈ પોતાના હાથ અઘ્ધર કરી લીધા છે. આવામાં જો બાળકો ને કઈ થાય તો સરકાર કે શાળા સંચાલકો જવાબદાર નથી તે અગાઉ થી જણાવી દેતા હવે વાલીઓ પોતાના બાળકો ના જીવ નું જોખમ ઉઠાવવા તૈયાર નથી અને કોઈ વેકશીન આવે કે કોરોના નું કોઈ નિરાકરણ આવે પછીજ બાળકો ને મોકલશે તેવું સ્પષ્ટ જણાવી દીધું છે.
જોકે અગ્રણી મીડિયા રિપોર્ટ્સ ના દાવા મુજબ હાલ વિદ્યાર્થીઓ વચ્ચે 6 ફૂટનું ડિસ્ટન્સ રાખી સ્કૂલો શરૂ કરવામાં આવે તો એક ક્લાસમાં 12 વિદ્યાર્થી જ બેસી શકે અને તે મુજબ ગુજરાત બોર્ડની તમામ સ્કૂલોમાં 9થી 12માં વધારાના 1.71 ક્લાસ રૂમની જરૂર ઊભી થાય.
સીબીએસઈ સ્કૂલોમાં એક ક્લાસ 500 સ્ક્વેર ફૂટનો અને ગુજરાત બોર્ડની સ્કૂલોમાં 400 સ્ક્વેર ફૂટનો હોય છે. સામાન્ય દિવસોમાં સીબીએસઈના એક ક્લાસમાં 40 જ્યારે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં એક ક્લાસમાં 60 વિદ્યાર્થી હોય છે, પરંતુ જો ક્લાસમાં વિદ્યાર્થીઓ વચ્ચે 6-6 ફૂટનું અંતર રખાય તો એક ક્લાસમાં 12 વિદ્યાર્થી બેસી શકશે. માત્ર ગુજરાત બોર્ડની સ્કૂલોમાં જ જો એક ક્લાસમાં 12 વિદ્યાર્થી બેસાડાય તો ધો. 9થી 12માં 1.71 લાખ વધારાના ક્લાસની જરૂર પડશે.
રાજ્યમાં ઘણી સ્કૂલો પહેલેથી જ બે પાળીમાં ચાલી રહી છે. એટલે કે અત્યારે જેટલા ક્લાસ છે તેની સામે તેના ડબલ વર્ગો છે. હવે સ્કૂલો પાસે ક્લાસ રૂમ વધારવાની જગ્યા જ નથી. સ્કૂલ સંચાલકોનો દાવો છે કે, 9થી 12 શરૂ થવાની સ્થિતિએ ધો.1થી 8ના ક્લાસ તો વપરાશ વગરના હશે, પરંતુ ઘણી સ્કૂલોમાં સવારે ધો. 1થી 8 હોય છે અને બપોર પછી 9થી 12 હોય છે. આ સ્થિતિમાં ક્લાસ રૂમની સંખ્યા તો વધી જ રહી નથી, માત્ર ક્લાસ વધી રહ્યા છે.
હાલની સ્થિતિએ રાજ્યમાં કુલ 2.33 લાખ ક્લાસ રૂમ જોઈએ
હાલ ધોરણ 9થી 12માં સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી સ્કૂલોના અંદાજે 28 લાખ વિદ્યાર્થીઓ છે. જો એક ક્લાસમાં સરેરાશ 45 વિદ્યાર્થી ગણીએ તો રાજ્યમાં સામાન્ય દિવસોમાં 62,222 વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે, પરંતુ હાલની સ્થિતિમાં એક ક્લાસમાં 12 વિદ્યાર્થીનો સમાવેશ થઈ શકે તેમ છે. એટલે કે કુલ 2.33 લાખ ક્લાસ રૂમની જરૂર પડે. આમ સ્કૂલો માં નિયમ મુજબ સોસિયલ ડિસ્ટનિંગ જળવાય તેવા કોઈજ સંજોગો નથી આ બધી વાસ્તવિકતા સ્વીકાર કરી પછી જ નિર્ણય લેવાય તે જરૂરી છે.
