ગુજરાત માં કોરોના ની હાડમારી માં ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓ ને પરીક્ષા દરમ્યાન ઘણી મુશ્કેલીઓ પડી અને એક -બે વિષયમાં ફેઈલ થનાર વિધાર્થીઓ નું ભવિષ્ય ન બગડે તે માટે આવા વિદ્યાર્થીઓ ને જસ્ટ પાસ કરવા ઘણી માંગ કરવા છતાં તેની અવગણના થતા મોટાભાગ ના વિદ્યાર્થીઓ બીજી વખત પણ નાપાસ થતા તેઓ પૈકી ઘણા હિંમત હારી જઇ ભણવાનું છોડી દીધું છે અને કામ શોધવા મંડ્યા છે ત્યારે બીજી તરફ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોનાના વધતા જતા કેસને જોતા મોટો નિર્ણય કર્યો છે. આગામી વર્ષે એટલે કે 2021માં 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા વગર પાસ કરી દેવામાં આવશે. સ્ટેટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે આ માટે આદેશ પણ જાહેર કરી દીધા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ વિદ્યાર્થીઓ જસ્ટ પાસ ગણવામાં આવશે. વધુમાં તેઓએ કહ્યું કે નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધી સ્કૂલ ખોલવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે
