પાકિસ્તાન દ્વારા દિવાળી ના તહેવાર નો મોકો જોઈ ગદ્દારી કરી ઓચિંતુ કાયરિંગ કરતા ચાર ભારતીય જવાનો શહિદ થયા હતા તેના વળતા જવાબ માં ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં 11 જેટલા પાકિસ્તાની સૈનિકને ઠાર માર્યા હતા. ભારતના 4 જવાન શહીદ થયા છે અને 6 નાગરિકનાં પણ મોત થયાં છે. ભારતીય સેનાનાં સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના ઠાર મરાયેલા જવાનોમાં બે-ત્રણ તેની એસએસજી સેવાના કમાન્ડો પણ છે, જ્યારે 10થી 12 પાક. સૈનિકોને ઇજા થઈ હોવાના અહેવાલ છે.
પાકિસ્તાની આર્મીનાં બંકર અને ચોકીઓને પણ મોટા પ્રમાણમાં તબાહ કરી દેવાયાં છે. આ પહેલાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એને રોકવા માટેના પ્રયાસમાં ઉરી સેક્ટરમાં બે ભારતીય સૈનિક શહીદ થયા હતા. તો ગુરેજમાં બીએસએફના સબ-ઇન્સ્પેક્ટર શહીદ થયા હતા. કેટલાક ભારતીય સૈનિક ઇજાગ્રસ્ત થયા છે. આર્મી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. આમ પાકિસ્તાન દ્વારા દિવાળી પર્વ ઉપર જ ફાયરિંગ કરી ઘુસણખોરી નો પ્રયાસ થયો હતો.
