દિવાળી નું પર્વ હોય દીકરી સાથે દિવાળી મનાવવા પિતા સુરત દીકરી ના સાસરે જાય છે અને તેડીને પરત મહારાષ્ટ્ર વતન જઇ રહેલા પિતાની કારને ધુલિયા-સુરત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોંડાઈબારી ઘાટીમાં અકસ્માત નડતા પિતા,દીકરી અને સાથે આવેલા જમાઈ નું કરૂણ મોત થઈ જવાનો કરુણ કિસ્સો બન્યો છે.
ટ્રક ચાલકે કારને અડફેટમાં લેતા કાર 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. કારમાં સવાર 4 પૈકી 3 ના મોત નીપજ્યા હતાં. ઘટનામાં દીકરી -પિતા જમાઈ નું મોત નીપજ્યું હતું. મરણ જનાર દીકરીને 7 માસની ગર્ભવતી હોવાની વિગતો સામે આવી છે
સુરત શહેરના ઉધના વિસ્તારમાં પરણાવેલી દીકરી 7 માસની ગર્ભવતી હોય જેને દિવાળી કરવા માટે પોતાના ઘરે ધૂલિયા કાર નં(MH-18W-2390) તેડીને પરત આવી રહ્યા હતા. હતાં. ત્યારે સુરત ધૂલિયા હાઈવે પર કોંડાઈબારી ઘાટ પસાર કરી રહ્યા હતાં ત્યારે બેફામ આવતી ટ્રકના ચાલકે કારને અફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં કાર ફંગોળાઈને સીધી 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગોરખ સોનુ સરખ (45) (મહીર તા સાકરી જિ. ધૂલિયા) પ્રફુલ સુરેશ વાઘમોડે (35), મનીષા પ્રફુલ વાઘમોડ (21) (બંને રહે. સુરત)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર મરણજનારની નાની બહેન નિકિતા ગોરખ સરખ (15) (રહે. મહિર તા. સાકરી, જિ. ધુલિયા)ને ગંભીર ઈજા થઈ હતી. ઘટના અંગે જાણ થતાં પોલીસ તેમજ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતાં. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. વીસરવાડી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.આ ઘટના ને પગલે મૃતક ના પરિવાર ની દિવાળી ની ખુશી માતમ માં ફેરવાઈ ગઈ હતી અને સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
