છેલ્લા કેટલાક વખત થી આ જીઓ વાળા એ ઉપાડો લીધો છે પહેલા આવું નહોતા કરતા પણ હવે તેમની નવરી બજાર જેવા મેનેજમેન્ટ ને જાણે કે લોકો ના મગજ ની કઢી કરવાનું ચાલુ કરી દીધું છે અને હજુતો પાંચ દિવસ બાકી હોય ત્યાંજ તેમની કેસેટ વાગવાનું શરૂ થઈ જાય છે અને ‘તમારા પ્લાન ની અવિધિ ફલાણી તારીખે સમાપ્ત થઈ જાય છે એમ કહી તેમની ગાથા શરૂ કરી દે છે’ અને લોકો જીઓ ની આ હરકત થી કંટાળી ગયા છે આ લોકો ને ખબર નથી કે હાલ કોરોના નો માહોલ છે કોઈ એમ્બ્યુલન્સ ને બોલાવતા હોય તો કોઈ શબ વાહીની બુક કરાવવામાં પડ્યા હોય ત્યાંજ આ લોકો ની કેસેટ વાગવાનું શરૂ થતાં ક્યારેક કોઈ મરી જાય તેટલો ટાઈમ જતો રહે અથવા જે ગુજરી ગયા હોય તેની શબ વાહીની બીજે બુક થઈ જાય તેવો ઘાટ ઘડાય છે કોઈ ને ઉતાવળ હોય તેવી સ્થિતિ માં લોકો જીઓ વાળા ની આ હરકત સામે થાકી ગયા છે.
હાલ દિવાળી ના તહેવારો સમયે પણ કોઈના મિસ કોલ આવેલા પડ્યા હોય તેવી વ્યક્તિને ફોન કરવા જાવ તો જીઓ ના અર્થ વગર ના એક ના એક મેસેજ નો સામનો કરવો પડે છે.
અગાઉ વોડાફોન ને આવી લગની લાગી હતી અને તે ઘરભેગી થઈ ગઇ છે અને હવે જીઓ એ ઉપાડો લીધો છે. ત્યારે હવે લોકો જીઓ કંપની ની આ અવળ ચંડાઈ સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે જીઓ ને કોણ સમજાવશે ?
