કોંગ્રેસના વરિષ્ઠ નેતા સાંસદ અહેમદ પટેલને કોરોના વકરતા તેઓ ને એકાએક દિલ્હીની મેદાંતા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હોવાની વિગતો સાંપડી છે.
અહમદ પટેલ ની તબિયત વધુ લથડતાં ગુજરાતમાંથી પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને ગૌરવ પંડયા અને શકિતસિંહ ગોહિલ પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.જ્યારે ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને તેમનાં પત્ની ને પણ કોરોના પોઝિટિવ આવતાં તેઓ ને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. અગાઉ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
એહમદ પટેલ થોડા દિવસ પહેલા જ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને તેમાં તેમને લમ્સ ઇન્ફેક્શન થતા તેઓને દિલ્હીના ખાનગી હોસ્પિટલ માં સારવાર અપાઈ રહી છે.
