એક તરફ કોરોના નું જોર વધ્યું છે તો બીજી તરફ દિવાળી બાદ હવે હાડ થીજવતી ઠંડી પડવાની શરુઆત થઈ ગઈ છે.
ગુજરાતમાં ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે ઠંડીમાં વધારો થવાની શરુઆત થઈ ગઈ છે. રાજ્યમાં હવે આગામી સમયથી ઠંડીમાં વધારો થશે. 18 નવેમ્બરથી 22 ડિસેમ્બર સુધી રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે. તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 4 ડિસેમ્બર સુધીમાં તાપમાન ઘટીને 12 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. 18 નવેમ્બરથી લઈને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ છે. ગુજરાતમાં ખાસ કરીને નલિયા અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 5 ડીગ્રીએ પહોંચે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આમ હવે લગ્નસરા ની મોસમ માં કે પ્રવાસ માં જવું હોય અને બે પાંચ દિવસ નું રોકાણ થાય તેમ હોય તો સાલ,જર્શી, જેકેટ,મફલર,વગરે બેગ માં મુકવાનું ભૂલશો નહિ નહિ તો ઘરે કબાટ માં પડ્યા હોય અને બહાર થી નવા ખરીદવા નો વારો આવી શકે છે.
