સુરત ના પાંડેસરા વિસ્તારમાં દિવાળી ની રાત્રે મિત્રો સાથે ડીજે ઉપર ડાન્સ કરી રહેલા યુવકે મિત્રો ને ઈંપ્રેસ કરવા પોતાના મોઢાંમાં સુતળી બોમ્બ ફોડ્યો હતો. પરિણામે તે બેભાન થઈ જતા મહોલ્લામાં ભારે હોબાળો મચી ગયો હતો અને બેભાન થઇ ગયેલા યુવકને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં મૂળ બિહારનો પિન્ટુ નરેશભાઈ જાદવ(ઉ.વ.28) નામનો યુવાન પોતાના ભાઈ સાથે રહે છે અને નજીકમાં જ આવેલી મિલમાં નોકરી કરે છે. દરમ્યાન દિવાળી હોવાથી તેનો સગો ભાઈ બે દિવસ પહેલા વતન ગયો હતો. દરમિયાન દિવાળીની રાત્રે ડીજેની ધૂન પર મહોલ્લા વાસીઓ પર્વની ઉજવણી કરી રહ્યા હતા અને ફટાકડાઓ ફોડી રહ્યા હતા તે દરમિયાન મિત્રો એ પિન્ટુને મજાક માં મોંઢા માં સુતળી બોમ્બ રાખી ફોડવા જણાવતા ફોર્મ માં આવી ગયેલા પિન્ટુએ મોઢાંમાં જ સુતળી બોમ્બ રાખી ફોડતા જ તે બેભાન થઈ ગયો હતો.
મોંમાં બોમ્બ ફૂટતાજ પિન્ટુ બેભાન થતાની સાથે જ મિત્રોમાં ભાગદોડ મચી ગઈ હતી અને કોઈએ 108ને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને તેને બેભાન અવસ્થામાં જ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો મોઢા માં બૉમ્બ ફૂટતાજ મોઢાં ના બેહાલ થઈ ગયા હતા અને કેટલાય ફેક્ચર આવવાની ડોકટરો એ શકયતા વ્યક્ત કરી હતી.
