આખરે આજે બિહારમાં નવા મુખ્યમંત્રી નક્કી થઈ ગયા હોવાના અહેવાલ છે. આજે ચાલેલી બેઠકો ના દૌર માં NDAની બેઠકમાં નીતિશ કુમારને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે નક્કી કરવામાં આવ્યા હતા. દરમ્યાન સોમવારે તે રાજભવનમાં સાંજે 4 વાગ્યે 7મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. NDAની બેઠક પહેલા JDUની બેઠક પણ યોજાઈ હતી.
બેઠકમાં સુપરવાઈઝર તરીકે રાજનાથ સિંહ, બિહારના ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ અને બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યાં.ડેપ્યુટી સીએમ અંગે હાલ દાવપેચ ફસાયેલો છે. તો આ તરફ નીતિશે બેઠક પછી રાજ્યપાલ ફાગુ ચૌહાણ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરી દીધો છે.નીતિશ કુમાર મુખ્યમંત્રી, સુશીલ કુમાર મોદી નાયબ મુખ્યમંત્રી અને વિજય કુમાર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ હશે, આ ત્રણ નામ નક્કી માનવામાં આવી રહ્યાં છે. નીતિશનું નામ NDA તરફથી, સુશીલ કુમાર મોદી અને ચૌધરીનું નામ નીતિશ તરફથી સામે આવી રહ્યું છે. પણ બેઠકમાં ભાજપના ડેપ્યુટી સીએમ અંગે કોઈ નવું સ્ટેન્ડ પણ સામે આવી શકે છે.આમ ડેપ્યુટી સીએમ વાળું કોકડું પણ મોડે થી ઉકેલાઈ જતા ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
