દેશભરમાં દિવાળી અને નૂતનવર્ષ ની ઉજવણી નો માહોલ જોવા મળી રહ્યો છે કોરોના ની ગાઈડલાઈન મુજબ ભાવિકો મંદિરોમાં દર્શન નો લાભ પણ લઈ રહ્યા છે ત્યારે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રુપાણીએ નવા વર્ષને લઇને અમદાવાદ માં શ્રી ભદ્રકાળી મંદિર ખાતે દર્શન કર્યાં હતા. સીએમ રુપાણી માં ના દરવર્ષે આર્શિવાદ મેળવે છે અને તેઓ એ માતાજી ના દર્શન કરી જનતા ની સુખાકારી અંગે માં ભદ્રકાળી માતા પાસે પ્રાર્થના કરી હતી. માતાજી પાસે રાજ્યમાં સુખ-સમૃદ્ધિ બની રહે તેવી પ્રાર્થના કરી છે. અમદાવાદમાં જગન્નાથ મંદિર સહિત ના મંદિરો માં દર્શનાર્થીઓની સવારથી જ દર્શન માટે આવી રહ્યા છે. કોરોના સંકટમાં લોકો સામાજિક અંતર જાળવી માસ્ક સાથે જગન્નાથના દર્શન કરી રહ્યા છે. નૂતન વર્ષ સુખાકારી નિવડે તેવી પ્રાર્થના સાથે ભક્તો શ્રીજગન્નાથજી ના દર્શન નો લાભ લઇ રહ્યા છે, પરંપરા મુજબ આ વર્ષે અન્નકૂટના પણ દર્શનનું આયોજન કર્યું છે. શ્રીજગન્નાથ મંદિરમાં અન્નકૂટના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે. આમ મોટા થી નાના લોકો ભગવાન અને માતાજી ના દર્શન કરી આર્શિવાદ નો લાભ લઇ રહ્યા છે.
