દિવાળી ઉપર મહિલાઓ માટે સરકારે મહત્વ નો નિર્ણય અમલ માં મુક્યો છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફલેટની કિંમત મુજબની સ્ટેમ્પ ડયૂટી ભરી જે દસ્તાવેજો થતા હતા તેને બદલે હવે માત્ર રૂ.100ની સ્ટેમ્પ ડયૂટી ભરીને આવા પ્રથમ મહિલાના નામની મિલકતના દસ્તાવેજો કરી આપવાનો નિર્ણય કર્યો છે
રાજ્યભરમાં મનપા તથા અર્બન ડેવ. ઓથોરિટી દ્વારા હાલ ઠેરઠેર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હજ્જારો આવાસો બનાવવામાં આવી રહ્યાં છે અને દરેક આવાસદીઠ રાજ્ય સરકાર 2.67 લાખની સબસિડી પણ આપે છે. હવે મહિલાના નામની પ્રથમ મિલકતની ખરીદીમાં પણ સરકારે મોટી રાહત આપી છે હવે માત્ર રૂ.100ની સ્ટેમ્પ ડયૂટી ભરવા નો નિયમ અમલ માં મુક્યો છે.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના જણાવાયા મુજબ, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઇડબ્લ્યુએસ-1 અને ઇડબ્લ્યુએસ-2 પ્રકારના ફલેટોનું નિર્માણ કરવામાં આવે છે. 30 ચો.મી. તથા 40 ચો.મી.ની મર્યાદામાં એક રૂમ, રસોડું તથા બે રૂમ, રસોડાના ફલેટો તૈયાર કરી અંદાજે 3.50 લાખથી લઇ 6.50 લાખની કિંમતના ફલેટો લાભાર્થીઓને આપવામાં આવે છે. અત્યારસુધી આવા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ કે જેમાં મહિલાઓનો પણ સમાવેશ થતો હતો એ તમામની સરકારે નકકી કરેલી સ્ટેમ્પ ડયૂટી ભરીને દસ્તાવેજો નોંધાતા હતા. રાજ્ય સરકાર દ્વારા હવે આ બંને કેટેગરીમાં મહિલાઓના નામની પ્રથમ મિલકતની ખરીદીમાં સ્ટેમ્પ ડયૂટીની મોટી રકમ ભરવામાંથી મુકિત આપવામાં આવી છે. માત્ર રૂ. 100ની સ્ટેમ્પ ડયૂટી ભરી દઇ મહિલાઓના નામની પ્રથમ મિલકતના દસ્તાવેજો કરી દેવામાં આવશે. આમ આવાસ યોજના માં વધુ એક લાભ મળશે.
