દુનિયા સહિત ભારત માં કોરોના ના કેસો વધી રહ્યા છે અને પ્રાથમિક તબક્કા માં માસ્ક એકજ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે અને હજુસુધી કોરોના માટે કોઈ રસી તૈયાર કરવામાં આવી નથી ત્યારે ભારત સતત સસ્તી રસી તૈયાર કરવાના પ્રયાસ માં લાગેલું છે તેવે સમયે ગુજરાત માં પણ કોરોના ના દર્દીઓ ઉપર ત્રીજા તબક્કા માં રસી નો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદની સિવિલ અને સોલા હોસ્પિટલમાં કોરોના રસીનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે ,ભારત દુનિયાની સૌથી સસ્તી રસી તૈયાર કરવા રાતદિવસ મહેનત કરી રહ્યું છે અને આ માટે ભારતની 22 હોસ્પિટલમાં કોરોનાની રસીનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.
હૈદરાબાદની ભારત બાયોટેક કંપની અને આઈસીએમઆર દ્વારા હાલ પરીક્ષણ શરૂ કરાયુ છે. ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદમાં ચાર હોસ્પિટલોમાં તેનું ટ્રાયલ શરૂ કરાયું છે. જોકે આ ટ્રાયલ પહેલા દર્દીની સંમતિ લેવામાં આવી છે. જે દર્દીઓ ખૂબ ગંભીર છે તેઓ ઉપર રસી નો પ્રયોગ કરાઈ રહ્યો છે.
હાલ માં ભારતમાં 22 હોસ્પિટલોમાં 26 હજાર દર્દીઓ ઉપર કોરોના રસીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હોવાની વિગતો પ્રકાશ માં આવી છે. 26 હજાર દર્દીઓને 28 દિવસમાં રસીના બે ડોઝ આપ્યા બાદ ચારથી છ અઠવાડિયા સુધી તેના પર થનારી અસરોનો અભ્યાસ કરાઇ રહ્યો છે.
