દેશ અને ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસો ને લઈ લઇને આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ ટાઉન અને શહેરો માં તમામ સોસાયટીના પ્રમુખોને સોસાયટી માં સ્વૈચ્છીક લોકડાઉન નો અમલ કરાવવા અંગે અપીલ કરી છે અને સરકાર ગાઇડ લાઇન નો અમલ કરાવવા અનુરોધ કર્યો છે.રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ તમામ સોસાયટી પ્રમુખોને સ્વૈચ્છીક લોકડાઉન પાળવા જણાવ્યું છે.
કાનાણીએ સોસાયટી પ્રમુખોને સરકારી આદેશોનું પાલન કરવા પણ કહ્યું છે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ વધતા કોરોના કેસ પર ચિંતા વ્યક્ત કરતાં સોસાયટી ચેરમેન અને સેક્રેટરી-મંત્રીને અપીલ કરી કે બહારથી આવતા સગાસંબંધી, મિત્રોને કામ વગર આવવાની ના પાડવા સહિત વિદેશથી સોસાયટીમાં કોઇ આવ્યું હોય તો તેની જાણ કરવા જેવી બાબતો અને ગાઈડલાઈન નો અમલ કરવા ઉપર ભાર મુક્યો છે. ગુજરાતમાં કોરોના ફરી એકવાર વકર્યો છે અને એક દિવસમાં કોરોનાના હજાર ઉપર કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે તેઓ એ કામ વગર બહાર નહિ નીકળવા સહિત માસ્ક, સેનેટાઇઝર નો ઉપયોગ અને સોસિયલ ડિસ્ટનિંગ ઉપર ભાર મુક્યો છે.
