વડોદરા જિલ્લા માં કહેવાતા પ્રેમ માં અંધ બનેલી સગીરા સાથે વારંવાર શરીર સબંધ બાંધી પ્રેમી ફરી જતા સગીરા એ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.વિગતો મુજબ વડોદરા જિલ્લા માં ડભોઇ રેલવે સ્ટેશન સામે આવેલા દેસાઇ યાર્ડ રહેતો સોહિલ લતિફખાન પઠાણે હિન્દુ પરિવારની સગીરા ને પ્રેમજાળ માં ફસાવી લગ્નની લાલચ આપી વારંવાર શરીર સબંધ બાંધ્યો હતો. સોહિલ પઠાણ સગીરાને લગ્નની લાલચ આપીને નશાબંધી વિભાગના ખંડેર થઇ ગયેલા મકાનમાં બોલાવતો હતો. અને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરતો હતો તેમ સગીરા એ જણાવ્યું હતુ.
સગીરાએ બાદ માં આ અંગે પરિવારને જાણ કરતા સગીરા ના પિતાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં જઇ સોહિલ પઠાણ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોસ્કો સહિત કલમ સાથે સોહિલ પઠાણ સામે ગુનો નોંધી સોહિલ પઠાણને વોન્ટેડ જાહેર કરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
