મધ્યપ્રદેશ સહિત દેશમાં વધી ગયેલી લવ-જેહાદ ની ઘટનાઓ ઉપર અંકુશ લગાવવા માટે સરકાર હવે આ માટે કાયદો બનાવશે, આ માટે સરકાર હવે ધર્મ સ્વતંત્ર કાયદો બનાવશે.
આગામી વિધાનસભા સત્રમાં આ કાયદો લાવવામાં આવશે. કાયદો લાવ્યા બાદ બિનજામીનપાત્ર કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવશે અને 5 વર્ષની કડક સજા આપવામાં આવશે.
લવ-જેહાદ માટે બની રહેલા આ કાયદા હેઠળ બિનજામીનપાત્ર કલમ હેઠળ કેસ દાખલ કરી શકાશે અને 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવશે. લવ-જેહાદ જેવા મામલે સાથ આપનારી વ્યક્તિને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવશે. તેને ગુનેગાર ગણાવતા મુખ્ય આરોપીની જેમ જ સજા આપવામાં આવશે. લગ્ન માટે ધર્મ પરિવર્તન કરાવનારને સજા આપવાની જોગવાઈ આ કાયદામાં રહેશે. લવ જેહાદ ના મામલા માં હવે થી ધર્મપરિવર્તન માટે એક મહિના પહેલાં અરજી કરવી પડશે. ઘણા કિસ્સાઓમાં એ જોવા મળ્યું છે કે યુવતીઓ સ્વેચ્છાથી ધર્મપરિવર્તન કરીને લગ્ન કરવા ઈચ્છે છે. આવા કિસ્સાઓને ધ્યાનમાં રાખતાં એવા કાયદાની જોગવાઈ કરવામાં આવશે કે કોઈ લગ્ન માટે સ્વેચ્છાથી ધર્મપરિવર્તન કરાવવા ઇચ્છશે તો તેને એક મહિના પહેલાં કલેકટર સમક્ષ અરજી કરવી પડશે. ધર્મપરિવર્તન કરવા માટે કલેક્ટરને અરજી કરવી ફરજિયાત રહેશે અને અરજી કર્યા વગર કોઈ ધર્મપરિવર્તન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી કાયદા માં જોગવાઈ કરવામાં આવશે.આમ હવે પ્રેમ લગ્ન જેવા કિસ્સા માં ધર્મ અલગ હશે તો ધર્મ પરિવર્તન માટે અરજી કરવી પડશે ભાગી ને સીધા જ લગ્ન કરી શકાશે નહીં.તે કાયદાકીય જોગવાઈ મુજબ હવે થી મરજી મુજબ ચાલશે નહિ. મધ્યપ્રદેશમાં વધેલા લવ-જેહાદને લઈને રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ પ્રકારે નિવેદન આપ્યું હતું
