દુનિયામાં કોરોના નો બીજો અને ત્રીજો તબક્કો શરૂ થતાં વિકસિત દેશો પણ કોરોના સામે લાચાર થઈ ગયા છે અને કોઈ રસી કામ લાગતી નથી અને માત્ર માસ્ક એકજ વેકશીન હોવાનું જણાય રહ્યું છે ત્યારે ભારત ની રાજધાની દિલ્હી પણ કોરોના ના ચક્કર માં ફરી એકવાર ફસાઈ ગયુ છે અને કોરોના નું કાળ ચક્ર ફરી વળ્યુ છે અહીં છેલ્લા 24 કલાકમાં કોરોના ના ચેપગ્રસ્ત 99 લોકો ના મોત થઇ જતા ભારે ગભરાટ ફેલાઈ ગયો છે, જે મહારાષ્ટ્રથી પણ આગળ નીકળી જતા સરકાર માં દોડધામ મચી છે. દિલ્હીમાં દર એક કલાકે ચાર લોકોનું મોત થઈ રહયા છે. નવેમ્બરમાં જ કોરોનાથી દિલ્હીમાં અત્યાર સુધી 1100થી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. દિલ્હીમાં કોરોના વાયરસે હાહાકાર મચાવતા દિલ્હી સરકારે લગ્નસરામાં મળેલી છૂટ પાછી ખેંચી લીધી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે મંગળવારે સ્પષ્ટ કર્યું કે અમે લગ્ન સમારોહમાં 200 લોકો સામેલ થવાની મંજૂરી પાછી ખેંચી લીધી છે. હવે માત્ર 50 લોકો જ લગ્ન સમારોહમાં સામેલ થઈ શકશે. આમ હવે ધીરેધીરે દિલ્હી લોકડાઉન તરફ આગળ વધી રહ્યું છે અને છૂટછાટો પાછી ખેંચવામાં આવી રહી છે. દિલ્હી માં કોરોના એ હાહાકાર મચાવતા લોકો દિલ્હી છોડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
