ગુજરાત રાજ્ય ની ખાલી પડેલી વિધાનસભા ની 8 બેઠકોની પેટાચૂંટણી માં ભાજપે તમામ 8 બેઠક પર જીતી લીધા બાદ તમામ વિજેતા ધારાસભ્યો લાભ પાંચમ એટલે કે 19 નવેમ્બરના રોજ ધારાસભ્યપદના શપથ લેશે. આ સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 111 બેઠક પર પહોંચી જશે
આ પેટા ચૂંટણી દરમિયાન આઠ બેઠકો ઉપર ભાજપને 55 ટકા મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને માત્ર 34.4 ટકા જ મત મળ્યા હતા. આ બેઠકો પર 8.46 ટકા મત અન્ય ઉમેદવારોને જ્યારે 2.16 ટકા મત નોટામાં પડ્યા હતા
આ 8 ધારાસભ્યોએ શપથ લીધા બાદ ગુજરાત વિધાનસભાની સ્થિતિ જોઈએ તો ભાજપના 111, કૉંગ્રેસના 65, બીટીપીના 2, એનસીપીના 1, અપક્ષ 1 ધારાસભ્ય રહ્યા છે. 182 સભ્ય સંખ્યા ધરાવતી ગુજરાત વિધાનસભામાં હાલ બે બેઠક ખાલી પડી છે. હાલ દેવભૂમિ દ્વારકા અને મોરવા હડફ બેઠક ખાલી પડી છે.
આમ લાભપાંચમ ના દિવસે ભાજપ ના વધુ 8 ધારાસભ્યો શપથ લેનાર છે.
