દિવાળી અને નવા વર્ષ ના દિવસો માં સર્વત્ર ખુશીનો માહોલ છે ત્યારે વડોદરા પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત થતા નવ જિંદગી હોમાઈ ગઈ છે, આ ઘટના ને પગલે ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
વિગતો મુજબ વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઈથી અમદાવાદ તરફ જતાં વાઘોડિયા ચોકડી બ્રિજ ઉપર વહેલી સવારે 4 વાગે ડમ્પર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્ત 15 લોકો ને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ગોઝારી ઘટના માં 9 લોકોના મોત થયા છે.
અકસ્માત નો બનાવ વહેલી સવારે 4 વાગે બનતા સમગ્ર હાઈવે પર ટ્રાફિમ જામની સ્થિતિ ઉભી થઈ હતી. ઘટના અંગે ની જાણ થતાંજ પોલીસ તેમજ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. અકસ્માતમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. જેમા 5 મહિલા, 3 પુરુષ અને 1 બાળક નો સમાવેશ થાય છે. નવા દિવસો માં બનેલી આ કરૂણાતિકા ને લઈ ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
