ગુજરાત માં કોરોના ની સ્થિતિ વચ્ચે હવે CBSE બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે અને દરેક શાળાઓને અલગ અલગ તારીખો મોકલવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બોર્ડ દ્વારા 1 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી દરમિયાન પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજાશે.
બોર્ડ ના આધારભૂત સૂત્રો ના જણાવ્યા પ્રમાણે, પ્રેક્ટિકલ પરીક્ષા માટે શાળાઓને અલગ અલગ તારીખો મોકલવામાં આવશે. બોર્ડ તરફથી એક ઓબ્ઝર્વર પણ નિયુક્ત કરવામાં આવશે, જે પ્રેક્ટિકલ પરીક્ષા અને પ્રોજેક્ટ મૂલ્યાંકનની દેખરેખ કરશે. આ સિવાય ગત વર્ષોની જેમ જ પ્રેક્ટિકલ પરીક્ષામાં ઇન્ટર્નલ અને એક્સટર્નલ બન્ને એક્ઝામિનર હશે. શાળાઓની આ જવાબદારી હશે કે CBSE બોર્ડ દ્વારા નિયુક્ત એક્સટર્નલ એક્ઝામિનર દ્વારા જ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે.
બોર્ડે જણાવ્યું કે, તમામ શાળાઓને એક એપ લિંક ઉપલબ્ધ કરાવાશે. જેના પર તેમણે પ્રેક્ટિકલ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની દરેક બેચનો ગ્રુપ ફોટો અપલોડ કરવાનો રહેશે. ગ્રુપ ફોટોમાં પ્રેક્ટિકલ આપનાર બેચના તમામ વિદ્યાર્થી, એક્સટર્નલ એક્ઝામિનર, ઇન્ટર્નલ એક્ઝામિનર અને ઓબ્ઝર્વર હશે. ફોટોમાં તમામ ચેહરા સ્પષ્ટ દેખાવા જોઇએ.
કોરોનાના વધતા કહેર વચ્ચે પરીક્ષાઓ રદ્દ કરવાની માંગ ઉઠવા લાગી છે. તેવામાં CBSEના સચિવ અનુરાગ ત્રિપાઠીએ શુક્રવારે કહ્યું હતું કે, 10માં અને 12માં ધોરણ માટે થનારી બોર્ડ પરીક્ષાઓ જરૂર યોજાશે અને તેમના માટે શેડ્યૂલ ટુક સમય માં જાહેર થશે.
