- ભારત સાથે શાંતિ ની વાતો કરી મિટિંગો કરતા કરતા ચીન રમત રમી રહ્યું છે અને યુદ્ધ માટે જરૂરી ઇનફાષ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યું છે
હાલ ચીન 3,488 કિલોમીટર લાંબા લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ઉપર રડાર લગાડી રહ્યું છે જેથી ભારત ઉપર નજર રાખી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં મે મહિનાથી તણાવ જોવા મળી રહ્યો છે. બંને દેશ આ વિવાદને ઉકેલવા માટે મિલિટ્રી અને ડિપ્લોમેટ લેવલ પર મીટિંગ કરી રહ્યું છે અને બંને દેશની સેના વચ્ચે કોર કમાન્ડર લેવલ પર અત્યાર સુધી માં કુલ આઠ વખત વાતચીત થઈ ચુકી છે અને હવે નવમા તબક્કાની વાતચીત પણ ટૂંક સમયમાં જ થવાની છે. બંને દેશો વચ્ચે આ વાતચીત ફોરવર્ડ એરિયાથી પોતાના સૈનિકોને હટાવવાની અને શાંતિ કાયમ રાખવાને લઈને થઈ રહી છે છતાં ચીન તેનું કાર્ય મક્કમ રીતે કરી રહ્યુ છે અને ચીને યેચેંગમાં એક ઈમારત અને એક વોચ ટાવર બનાવ્યા હોવા ઉપરાંત અહીં રડારની સંખ્યા પણ ત્રણથી વધીને ચાર થઈ ગઈ છે.
સિક્કિમની પાસે પાલી અને ફારી ક્યારેંગ લામાં પણ રડાર લગાડવામાં આવ્યા છે. રડારવાળી જગ્યા ક્યારંગ લાથી બે કિલોમીટર પશ્ચિમમાં છે. અહીં ચાર રડાર લગાડવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભૂતાનની પાસે યેમદ્રોક ત્સોમાં બુનિયાદી માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. ત્સોનાના ઉત્તર-પૂર્વમાં લગભગ છ કિલોમીટરના અંતરે કુઓના ઈલેક્ટ્રોનિક વોરફેર સ્ટેશન છે. આ સાઈટમાં ત્રણ રેડોમ્સ, ત્રણ રડાર અને પાંચ સપોર્ટ બિલ્ડિંગ બનાવવામાં આવી છે. ત્સોના ડીઝ હેલી બેઝના 2.6 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં પેટ્રોલિંગની સુવિધામાં બુનિયાદી માળખું તૈયાર કરાયું છે.
સૂત્રોએ જણાવ્યું કે એક રેડોમ સાઈટ કેચેન ત્સોથી છ કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં છે. ક્યોમો ડીઝ રડાર સાઈટ પર એક બે માળની ઈમારત, એક કંટ્રોલ રૂમ અને એક નાનકડી બિલ્ડિંગ છે. આ તમામ એક દીવાલથી ઘેરાયેલી છે. અહીં JY-24 રડાર લગાડવામાં આવ્યા છે.
આ ઉપરાંત ચીન નિયંત્રણ રેખાની સાથે આક્રમક રીતે બુનિયાદી માળખું તૈયાર કરી રહ્યાં છે. વિવાદિત કારકોરમ વેલી અને રેચિન લાની પાસે પણ ચીન નિર્માણ કરી રહ્યું છે. જો કે ભારત ચીન તરફથી સરહદ પર ચાલી રહેલી ગતિવિધિઓ ઉપર નજર રાખી રહ્યુ છે અને ચીન ના કોઈપણ આકસ્મિક હુમલા નો જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે કારણ કે દુશ્મન ચીન ની હરકત પીઠ પાછળ અને છેતરીને ઘા કરવાની હોય ભારતીય સેના સાવધ છે.
