કોરોના માં રાહત આપવાને બદલે સરકાર સસ્તું પેટ્રોલ-ડીઝલ મોંઘું વેચી મોંઘવારી ને પ્રોત્સાહન આપી રહી હોવાનું જણાય રહ્યું છે જાણકારો આ મુજબ પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે વિગતો મુજબ સરકારને 25 રૂપિયામાં 1 લિટર પેટ્રોલ પડે છે, પરંતુ જનતા સુધી પહોંચતાં 80 થી 90 રૂપિયાનું થઈ જાય છે, સરકાર વિદેશથી ક્રૂડ ઓઇલ ખરીદે છે. આ ક્રૂડ ઓઇલ સરકાર બેરલમાં ખરીદે છે. એક બેરલ માં લગભગ 159 લિટર આવતું હોય છે.
આ વર્ષે 16 નવેમ્બરના રોજ દિલ્હીમાં 1 લિટર પેટ્રોલની કિંમત 81.06 રૂપિયા હતી. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મતે 1 લિટર પેટ્રોલની બેઝ પ્રાઈસ 25.37 રૂપિયા હતી. ત્યાર બાદ રૂ .32.98ની એક્સાઈઝ ડ્યૂટી, 18.71 રૂપિયા વેટ, પછી પેટ્રોલ પંપના માલિકે 3.64 રૂપિયા કમિશન રાખ્યું અને બીજા ટેક્સ લાગ્યા બાદ તેની કિંમત 81 રૂપિયા 6 પૈસા સુધી પહોંચી ગઈ. પેટ્રોલની જેમ ડીઝલની પણ બેઝ પ્રાઈસ 25 રૂપિયા છે. 16 નવેમ્બરના રોજ દિલ્હીમાં 1 લિટર પેટ્રોલની બેઝ પ્રાઇઝ 24.42 રૂપિયા હતી. તેની પર 0.33 રૂપિયા ભાડું લાગ્યું. ત્યાર બાદ રૂ .31.83ની એક્સાઈઝ ડ્યૂટી, 10.36 રૂપિયા વેટ અને 2.52 રૂપિયા પેટ્રોલ પંપના માલિકે કમિશન રાખ્યું. ત્યાર બાદ 1 લિટર ડીઝલની કિંમત 70 રૂપિયા 46 પૈસા થઈ છે
આમ થવાનું કારણ એ છે કે સરકારે તેનાથી સારીએવી કમાણી થાય છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ અર્થાત PPACના જણાવ્યા પ્રમાણે, આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં અર્થાત એપ્રિલથી જૂન મહિનામાં સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટસ પર લાગનારી એક્સાઈઝ ડ્યૂટી અને અલગ અલગ ટેક્સના માધ્યમથી 49,914 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
રાજ્ય સરકાર: વેટ લગાવી કમાણી કરે છે (2020-21ના આંકડા પ્રથમ ક્વાર્ટરના) (સોર્સ: ppac.gov.in) કેન્દ્ર સરકાર તો એક્સાઈઝ ડ્યૂટી અને અલગ અલગ ટેક્સ લગાવી કમાણી કરે જ છે. રાજ્ય સરકાર પણ વેટ અર્થાત વેલ્યુ એડેડ ટેક્સ લગાવી તમારા દ્વારા કમાણી કરે છે. કેન્દ્ર સરકારની એક જ એક્સાઈઝ ડ્યૂટી આખા દેશમાં લાગુ થાય છે, પરંતુ રાજ્ય અલગ અલગ છે, તો વેટ રેટ પણ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે. આમ માત્ર 25 રૂપિયા ની વસ્તુ દેશના જ લોકો ને વેચી સરકાર કમાણી કરવા ઉતરી હોય તેવું હવે લોકો ને લાગી રહ્યું છે. રાજકીય ખર્ચ થી માંડી અન્ય ખર્ચાઓ માટે જનતા કંગાળ બની રહી હોવાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે.