રાજ્ય માં આજથી લગ્નમાં જાહેરમાં વરઘોડો નહિં કાઢી શકાય, જાનૈયાઓ, મહેમાનો અને કેટરર્સ સહિત કુલ 100 લોકોની જ મંજૂરી અપાતા મહેમાન તેમજ ઘર પરિવાર અને કેટર્સ સહિત ના લોકો ની તેમાં ગણતરી થશે. આ નિયમ નો ભંગ કરનારા સામે નિયમ મુજબ ની કાર્યવાહી કરવામાં આવશે
કોરોના મહામારી વચ્ચે આજથી હવે ગુજરાતના હવે લગ્ન સમારંભ માં 100 લોકોની હાજરી અમલી બની જશે. આ અગાઉ લગ્ન સમારંભમાં 200 લોકોને છૂટ આપવામાં આવી હતી જે રદ કરી હવે થી 100 કરી દેવામાં આવી છે. આ નિર્ણય કોરોના મહામારીને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે. આ છૂટછાટ આજથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. લગ્ન સમારંભ દરમિયાન કોરોના ગાઈડલાઈન પ્રમાણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન જરૂરી છે.
