મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં જ્યારથી ઉદ્ધવ ઠાકરેની અઘાડી સરકાર રચાઇ છે ત્યાંરથી કઇને કઇ સમસ્યા આવી રહી છે. હવે રાજ્યના રાજકારણમાં ફરી કંઇક નવા -જૂન થવાના આગાહી કરવામાં આવી છે. આ વખતે કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેએ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનાવ અંગે મોટો દાવો કર્યો છે.. તેમણે કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં બેથી ત્રણ મહિનામાં ભાજપની સરકાર બનાવ જઈ રહી છે. તેમણે આ પ્રકારનું નિવેદન પરભણી શહેરમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન આપ્યું હતુ.
મહારાષ્ટ્રમાં રાજકારણમાં ગરમાવો
કેન્દ્રીય પ્રધાન રાવસાહેબના આવા નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે જોકે, આ સરકાર કેવી રીતે બનશે તે અંગે તેમણે કોઈપણ પ્રકારની માહિતી આપી નથી. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે તે બાદ તેની જાણકારી આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર છે. ત્યારે રાવરાહેબના નિવેદનથી ફરીવાર મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે.
રાવસાહેબ દાનવેએ વિધાન પરિષદના ચૂંટણી પ્રચાર દરમિયાન કાર્યકરોને કહ્યું હતું કે, “એવું ના સમજો કે રાજ્યમાં ભાજપ સરકાર નહીં બને, હું તમને એકદમ સ્પષ્ટ કહી રહ્યો છું કે આવતા બે-ત્રણ મહિનામાં અમારી સરકાર મહારાષ્ટ્રમાં બનવા જઈ રહી છે અને તમે લોકોને આ યાદ રાખજો.
તો બીજી બાજુ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, જો ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહાવિકાસ અઘાડી સરકાર ભાંગી પડે તો તેના સ્થાને આવનાર સરકારના શપથ સમારોહ સવારમાં થશે નહીં જેવુ એક વર્ષ પહેલા થયુ હતુ. હકીકતમાં વર્ષ 2019માં મહારાષ્ટ્રમાં થયેલ ચૂંટણી બાદ શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સાથે સરકાર બનાવવાની તૈયારી કરી હતી ત્યારે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પાવરે સવારના સમયમાં મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.