વલસાડ જિલ્લા ના ધરમપુર ખાતે આવેલ વર્ષો જૂનું ઐતિહાસિક મંદિર કાળા રામજી મંદિર હાલ સાચવણી માટે સરકાર હસ્તક છે અને સ્થાનિક મામલતદાર પાસે આ મંદિર નો વહીવટ છે ત્યારે અહીના રાજચન્દ્ર ટ્રસ્ટ નો દાવો છે કે ભગવાન રાજચન્દ્ર નું અહીં પ્રથમ રોકાણ હતું અને જે મંદિર ના ઓરડા માં એ રોકાયા હતા એ મંદિર ના ઓરડા નું સમારકામ માટે રાજચન્દ્ર ટ્રસ્ટ દ્વારા મામલતદાર પાસે માંગણી કરવામાં આવી હતી. આ મંદિર મામલે વિવાદ ઉભો થયો છે. બીજી તરફ
વર્ષો થી પેઢી દર પેઢી થી મંદિરની સાચવણી કરતા આવેલ પૂજારીએ પહેલાં ગ્રામજનોનો હક મન્દિર પર હોય બહાર થી આવેલા લોકોને મંદિર કેવી રીતે સુપરત કરવું તે લડાઈ તેઓ 1 વર્ષ થી લડી રહ્યા છે ત્યારે તેનો કોઈ નિકાલ નહિ આવતા આખરે તેઓ આઠ દિવસ થી આમરણાત ઉપવાસ પર મંદિર ની બહાર બેઠા છે. પૂજારીની માંગ છે કે જ્યાં સુધી ઓર્ડર કેન્સલ ના થાય ત્યાં સુધી ઉપવાસ કરશે તેવી જાહેરાત બાદ કોઈ નિરાકરણ નહિ આવતા આખરે તેઓ દ્વારા સરકાર પોતાની માંગણી નહીં સ્વીકારે તો આજે રાત્રે 8 વાગ્યે લાઈવ આત્મવિલોપન નું એલાન કરતા સમગ્ર જિલ્લા માં ભારે સનસનાટી મચી ગઇ છે ત્યારે તંત્ર આ ઘટના ઉપર નજર રાખી રહ્યું છે.
