ગુજરાતમાં કોરોના ની સ્થિતિ વધુ બગડતા જે વાસ્તવિકતા બહાર આવી તે જોઈ સુપ્રીમ કોર્ટે તેની ગંભીર નોંધ લઈ સરકારોને ઝાટકી નાંખતા સુપ્રીમ કોર્ટનો ઠપકો મળ્યાના કલાકોમાં જ રાજ્ય સરકારે લગ્ન માં 100 લોકો અને મરણ પ્રસંગ માં 50 કરી દીધા બાદ હવે પછીના એક્શન માં ચા-પાનના ગલ્લાને પણ ‘બંધ’ કરવામાં આવે અને અગાઉ ની માફક ફરીથી રાજ્યની બોર્ડરોને સીલ કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે. આ કડક નિર્ણયો લેવા માટે સરકારમાં બેઠકો નો દૌર શરૂ થઈ ગયો છે અને ગમે ત્યારે આદેશ આવે તેવી શક્યતા છે. પાન ના ગલ્લા ની આસપાસ પિચકારી મારવી કે થુંકવા મામલે પણ કડક દંડ થઈ શકે છે.
ગુજરાતમાં કોરોના ના કેસ વધતા પહેલા સુપ્રીમ કોર્ટ અને બાદ માં વડાપ્રધાન સાથેની ચર્ચા બાદ સરકારને કડક અને ચોક્કસ ગાઈડલાઈન્સ સાથે પગલાં ભરવા તથા નિર્ણયો કરવાની સૂચના તેમજ ઠપકો આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. એ જોતાં આગામી દિવસોમાં ગુજરાતનાં ચાર મોટાં શહેરમાં ભીડભાડવાળા ધંધા-રોજગાર બંધ કરાવવામાં આવી શકે છે. ખાસ કરીને ચા અને પાનના ગલ્લા બંધ થઈ શકે છે, સાથે સાથે ગુજરાતની સરહદો પણ સીલ કરી ખાસ કિસ્સામાં પણ ટેસ્ટ વિના પ્રવેશ નહીં આપવાનો નિર્ણય થઈ શકે છે. ગુજરાતનાં ચાર મોટાં શહેરમાં ધંધા-રોજગાર બંધ કરાવવામાં આવી શકે છે.
