પીઢ કોંગી નેતા અહેમદ પટેલ ના નિધન ઉપર કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી એ પણ શોક સંદેશ પાઠવી જણાવ્યુ કે મેં એવા સહયોગીને ગુમાવી દીધા છે જેમણે તેમનું આખુ જીવન કોંગ્રેસને સમર્પિત કરી દીધું છે. તેમની વિશ્વસનીયતા, કામ પ્રત્યે સમર્પણ, બીજાને મદદ કરવાનો ગુણ તેમને અન્ય લોકો કરતાં અલગ બનાવે છે. તેમની જગ્યા કોઈ પૂરી શકે એમ નથી. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. સાથેજ રાહુલ ગાંધી એ પણ શ્રધ્ધાસુમન સાથે શોક સંદેશ પાઠવ્યો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું, આજે દુખદ દિવસ છે. અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીના સ્તંભ હતા. તેઓ હંમેશા પાર્ટીના મુશ્કેલ સમયમાં પાર્ટીની સાથે ઉભા રહ્યા હતા. હંમેશા તેમની કમી મહેસૂસ થશે.
