આખરે સ્વ.અહેમદ પટેલનો પાર્થિવદેહ વડોદરા એરપોર્ટ ઉપર ચાર્ટર પ્લેન માં લવાયા બાદ અંકલેશ્વર લઈ જવામાં આવ્યો છે જ્યાં સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવશે
અહેમદ પટેલના મિત્રો, શુભેચ્છકો અને રાજકીય અગ્રણીઓ પિરામણ ગામમાં આવવાની શરૂઆત થઇ ચુકી છે.
અહેમદ પટેલના નિધન બાદ પિરામણ ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે અને મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.
આજે ચાર્ટર પ્લેન દ્વારા પાર્થિવ દેહ વડોદરા લવાયા બાદ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂકવામાં આવશે
આવતીકાલે ગુરુવારે સવારે 10 વાગ્યે તેમના વતન પિરામણ ખાતે દફનવિધિ કરવામાં આવનાર છે, દફનવિધિને લઇને અંકલેશ્વરના વેપારીઓ સ્વયભૂં બધ પાળશે
અહેમદ પટેલનો પાર્થિવદેહ અંકલેશ્વર લઈ જવામાં આવ્યો છે. વડોદરા એરપોર્ટ ઉપર થી એમ્બ્યુલન્સમાંથી પાર્થિવદેહને બહાર લાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, કોંગ્રેસના અગ્રણીઓ અમિત ચાવડા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ સહિતના કાર્યકરો તથા હોદ્દેદારોએ શ્રદ્ધાંજલિ આપી છે. હાલ તેમના પાર્થિવદેહને અંકલેશ્વર જવા રવાના કરવામાં આવ્યો છે. કોંગ્રેના પીઢ નેતા અહેમદ પટેલની દફન વિધિમાં હાજરી આપવા રાહુલ ગાંધી, અશોક ગેહલોત અને કમલનાથ સહિતના નેતાઓ ગુજરાત આવશે.
અહમેદ પટેલે પોતાના વતન માં પોતાના માતા-પિતા ની કબર ની બાજુ માં દફનવિધિ માટે આખરી ઈચ્છા વ્યક્ત કરી હતી તે મુજબ દફનવિધિ થશે. અહેમદ ભાઈ હિન્દૂ અને મુસ્લિમ સહિત તમામ સમુદાય માં ખુબજ લોકપ્રિય હોઈ તેઓના નિધન ને પગલે ભારે શોક ની લાગણી જોવા મળી રહી છે. તેઓ ક્યાંય પણ વિવાદ થાય તેવું નિવેદન કરતા ન હતા અને પ્રેમ ભાવના થી વર્તતા હોઈ તેઓ ના નિધન બાદ લોકો માં જે શોક ની લાગણી છે તે તેમના સ્વભાવ ની ગવાહી પૂરે છે તેઓના વતન પીરામણ ગામ હિબકે ચડ્યું હતું.
