તામિલનાડુ માં નિવાર સાઇક્લોન ને લઈ તંત્ર એલર્ટ મોડ ઉપર હતુ અને મોડીરાત્રે તટ ઉપર ટકરાયુ હતું. આંધ્ર ના કરાઈકલઅને તામિલનાડુ ના મહાબલીપુર ના તટ પર વાવાઝોડું જ્યારે ટકરાયું ત્યારે પવન ની ઝડપ 145 કિમી પ્રતિ કલાકની હતી. આઈએમડી ચેન્નઈના એસ. બાલાચંદ્રને જણાવ્યું હતું કે આગામી 3 કલાકમાં તોફાનનું કેન્દ્ર પુડુચેરી નજીકથી પસાર થશે. અહીંથી પસાર થતી વખતે 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તોફાનની અસરથી કુડ્ડલોર અને પુડુચેરીમાં સતત ભારે વરસાદ શરૂ થઈ ગયો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
તોફાનના કારણે કુડ્ડલોર, પુડુચેરી સહિત અનેક જિલ્લાઓમાં સતત ભારે વરસાદ પડવાનું ચાલુ થયુ હતો. ગતરોજ સવારે 8.30 વાગ્યાથી રાતે 10.30 વાગ્યા સુધી કુડ્ડાલોરમાં સૌથી વધુ 227 એમએમ વરસાદ થયો. એ સિવાય પુડુચેરીમાં 187 એમએમ, ચેન્નઈમાં 89 એમએમ, કરાઈકલમાં 84 એમએમ અને નાગાપટ્ટનમમાં 62 એમએમ વરસાદ પડ્યો હતો. ચેન્નઈમાં છેલ્લાં 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. પૂર્વ CM કરુણાનિધિના ઘરમાં પાણી ભરાય ગયા છે. ચેન્નઈ પ્રશાસને 2015માં આવેલા પૂરને ભૂલ્યાં નથી, તેથી તેઓએ પગલાં ભરતા 90% ભરાઈ ગયેલા ચેંબરમબાક્કમ ડેમના ગેટ ખોલી દીધા છે. અધિકારીઓનું કહેવું છે કે પહેલાં ફેઝમાં ડેમથી 1000 ક્યૂસેક પાણી છોડવામાં આવશે. ડેમનું પાણી અડયાર નદીમાં જશે, તેથી નદીકાંઠાના વિસ્તારના નીચલા વિસ્તારમાં કુંદ્રાતુર, સિરુકલાથુર, તિરુમુડિવક્કમ અને તિરુનીરમલઇમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.નિવાર વાવાઝોડું નબળું પડીને સિવિયર સાઇક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું હોવાનું તંત્ર એ જણાવ્યું હતું.
