આજે બેન્ક ની હડતાળ ને પગલે કરોડો ના વ્યવહાર ને અસર પહોંચે તેવી શક્યતા છે, કેન્દ્ર સરકાર ની કામદાર વિરોધી નીતીઓના વિરોધમાં આજે 26 નવેમ્બરના રોજ બેંક કર્મચારીઓ દ્વારા એક દિવસની હડતાળ પાડી પોતાનો વિરોધ વ્યક્ત કરશે. જોકે ઓનલાઈન બેંકિગ સેવા ને કોઈ અસર નહિ થાય અને તે ચાલુ રહેશે. જોકે,આ હડતાળમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જોડાશે નહી. એક દિવસની હડતાળના પગલે કરોડો ના વ્યવહાર ઠપ થવાની સંભાવના છે.
કેન્દ્રીય મજૂર મંડળોએ 26 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારની કામદાર અને પ્રજા વિરોધી નીતીઓના વિરોધમાં એક દિવસની હડતાળનું એલાન કર્યું છે. કેન્દ્રિય કામદાર મંડળની 7 માંગણીઓ બેંક કર્મચારીોને પણ એટલી જ લાગુ પડતી હોવાથી બેંક ઉદ્યોગના 3 સંગઠના સભ્યો આ હડતાળમાં જોડાશે. બેેંક કર્મચારીઓની માંગણી છે કે, બેંકોનું ખાનગીકરણ ન કરવું તેમજ જાહેરક્ષેત્રની બેંકોની શાખાઓ વધારવા સહિતની માગણી છે. કેન્દ્ર સરકારે કામદારો સાથે વાતચીત કર્યા વગર શ્રમિક કાયદો પસાર કર્યો છે. જેથી હડતાળ પર જવા માટે તેઓ મજબુર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ 26 નવેમ્બરે રાષ્ટ્રવ્યાપી સામાન્ય હડતાળની ઘોષણા કરી હતી, સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સે કેન્દ્ર સરકારની શ્રમ વિરોધી નીતિઓના વિરોધમાં હડતાળનું આહ્વાન કર્યું છે. સરકારે હાલમાં જ ત્રણ નવા શ્રમ કાયદા પાસ કર્યા અને 27 જૂના કાયદા રદ કરી નાખ્યા. જેના વિરોધમાં આ હડતાળ થઈ રહી છે. ભારતીય મજદૂર સંઘને બાદ કરતા 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ 26 નવેમ્બરે રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. એકલા મહારાષ્ટ્રમાં જાહેર ક્ષેત્રની બેન્કો, જૂની પેઢીની ખાનગી ક્ષેત્રની બેન્કો, ક્ષેત્રીય ગ્રામીણ બેન્કો અને વિદેશી બેન્કોની 10,000 બ્રાન્ચના લગભગ 30,000 કર્મચારી હડતાળમાં જોડાશે.
