કેન્દ્રની મોદી સરકારે બનાવેલ કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ-હરિયાણાના હજારો ખેડૂતો દિલ્હી-ચલો કૂચ કાઢી રહ્યા છે. દિલ્હી પોલીસે ખેડૂતોને વિરોધ પ્રદર્શનની મંજૂરી આપી નથી, એવામાં ઘર્ષણની સ્થિતિ સર્જાઇ શકે છે. પરિસ્થિતિને જોતા દિલ્હીની સરહદો પર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસને સ્પષ્ટ નિર્દેશ છે કે ખેડૂતોને દિલ્હીની અંદર ઘુસવા દેવા નહીં હાલ ખેડૂતો કરનાલ નજીક પહોંચ્યા છે.
ફરીદાબાદમાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. ખેડૂતો રાશન-પાણી સાથે લઇને આવ્યા છે અને તેમની યોજના છે કે જ્યાં પોલીસને તેમને અટકાવશે તેઓ ત્યાં જ ઘરણાં પર બેસી જશે. પોલીસના અંદાજ મુજબ પંજાબના લગભગ 2 લાખ ખડૂતો 26 નવેમ્બરથી પોતાના દિલ્હી ચલો આંદોલન હેઠળ દિલ્હી રવાના થવા તૈયાર છે. ખેડૂતોના પ્રદર્શનને પગલે ઘણા સમયે ભારે ટ્રાફિક સર્જાઇ શકે છે.
ખેડૂત આંદોલનના કારણે દિલ્હીમાં મેટ્રો સેવા પર પણ આંશિક અસર પડે છે. પાડોસી રાજ્યોમાંથી આવનાર મેટ્રો રૂટ પર પબોરે 2 વાગ્યા સુધી મેટ્રો સેવા બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન દિલ્હીના 12 મેટ્રો સ્ટેશનથી લોરોને બહાર નિકળવા પર પ્રતિબંધ રહેશે. પંજાબ-હરિયાણાથી આવી રહેલા હજારો ખેડૂતોને દિલ્હીમાં ઘુસવાખી રોકવા માટે સીમા પર મોટા પ્રમાણમાં પોલીસ બળ તૈનાત કરી દેવામાં આવ્યું છે.
આ દરમિયાન પોલીસે દિલ્હી તરફ જઇ રહેલા આંદોલનકારી ખેડુતો પર વોટર કેનન ચલાવી હતી અને ટોળાને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે ‘દિલ્હી ચલો’ ના નારો લગાવી રહેલા ખેડૂતોની આગેકૂચ કુરુક્ષેત્ર પહોંચી ત્યારે પોલીસે ખેડૂતોને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. ખેડૂતોના આંદોલન અને તેમને રોકવા અંગે હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે કહ્યું છે કે, સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.