કોરોના દેશ માં ફરી વકર્યો છે ત્યારે કેન્દ્ર દ્વારા ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે જે અંગે ગુજરાત સરકારની આજે સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં કર્ફ્યૂ-નિયંત્રણો અને કોરોના કાબૂમાં લેવા માટેના નિર્ણયો લેવામાં આવી શકે છે જેમાં ચાર શહેરો અમદાવાદ, વડોદરા, સુરત,રાજકોટ માં હજુ પણ બેકાબૂ બનતી ભીડ અને કેસોના મામલે વીક એન્ડ કર્ફ્યૂ અને ભીડ કરતા વેપારધંધા પર નિયંત્રણ લાદવામાં આવે એવી શક્યતા છે
કફર્યૂ અને લોકડાઉનને લઈને CM રૂપાણીએ જણાવ્યું કે કોરોના ની સ્થિતિ બગડશે તો ઉચિત નિર્ણય કરાશે તેઓ એ કહ્યું હતું કે રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં આવશે નહિ. કોરોના મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે. જ્યારે રાજ્યનાં ચાર શહેરમાં રાત્રિ કર્ફ્યૂ રહેશે અને દિવસે કર્ફ્યૂ આવે તેવી કોઈ હાલ વિચારણા નહી હોવાનું તેઓ એ ઉમેરી હતું.
