છેલ્લા ઘણાજ સમય થી ચાલતુ ખેડૂતો નું આંદોલન આજે આક્રમક બન્યું હતું કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ 26થી 26 નવેમ્બરે સુધી દિલ્હી ચલો આંદોલનની શરૂઆત કરી છે અને પંજાબ નજીક હરિયાણા બોર્ડર પર આજે ગુરુવારે હિંસક દેખાવો થયા હતા અને બેરિકેડ તોડવા સાથે પથ્થરમારો થયો હતો પરિણામે પોલીસે સ્થિતિ ને કાબુ માં લેવા પાણીનો મારો અને ટીઅર ગેસના સેલ છોડ્યા હતા નોંધનીય છે કે નવા કૃષિ બિલના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો છેલ્લા બે મહિના થી આંદોલન ચલાવી રહ્યા છે.
સરકારે કૃષિ સુધારા માટે 3 કાયદા ધ ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કોમર્સ(પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) એક્ટ; ધ ફાર્મર્સ(એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન)એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસેસ એક્ટ અને ધ એસેન્શિયલ કમોડિટીઝ(અમેન્ડમેન્ટ)કાયદો બનાવ્યો હતો. જેનો પંજાબ અને હરિયાણાના ખેડૂતો છેલ્લા બે મહિના થી વિરોધ કરી રહ્યા છે આ ખેડૂતોને લાગે છે કે સરકાર MSP હટાવવાની છે, જ્યારે વડાપ્રધાન પોતે પણ આ વાતને નકારી ચુક્યા છે પરંતુ ખેડૂતો આંદોલન ઉપર ઉતર્યા છે
અંબાલા પાસે શંભૂ બોર્ડર પર દેખાવકારી ખેડૂતોને અટકાવવા માટે પોલીસે વોટર કેનન ચલાવ્યું હતું પછી ટીઅર ગેસના સેલ છોડ્યા હતા
