નવી દિલ્હીઃ કૃષિ કાયદાની વિરોધમાં ખેડૂતોનું પ્રદશર્ન ચાલી રહ્યુ છે અને આ દરમિયાન એક મોટી સફળતા હાંસલ થઇ છે. દિલ્હી પોલીસે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને દિલ્હી આપવાની મંજૂરી આપી દીધી છે. તમામ ખેડૂતોને ઉત્તર-પશ્ચિમ દિલ્હીના બુરાડી મેદાનમાં વિરોધ કરવા એકઠાં થવા મંજૂરી આપી છે. દિલ્હી પોલીસના પ્રવક્તા ઇશ સિંઘલે આ વાતની પૃષ્ટી કરી છે. પોલીસના આ નિર્ણયની પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પ્રશંસા કરી છે.
Delhi: Police give farmers permission to enter Delhi & protest
“We’ve crossed about 10 barriers on our way. We’re thankful to the administration for giving us permission to protest. We’re happy and only want a peaceful resolution to the issue,” says a farmer at Tikri border area pic.twitter.com/gj8uUyJwbY
— ANI (@ANI) November 27, 2020
“>
પંજાબના ખેડૂત સંગઠને દાવોકર્યો છે કે કેન્દ્ર સરકારે તેમને દિલ્હીમાં બુરાડી મેદાનમાં ધરણા કરવાની મંજૂરી આપી દીધી છે. ક્રાંતિકારી કિસાન યુનિયનના અધ્યક્ષ દર્શનપાલે કહ્યુ કે, અમને દિલ્હી આવવાની મંજૂરી મળી ગઇ છે. તેમણે કહ્યુ કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓએ બુરાડી મેદાનમાં ધરણા-આંદોલન કરવાની મંજૂરી આપી છે.
ઉલ્લેખનિય છે કે, કૃષિ કાયદાઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશવતા રોકવા માટે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કડક પ્રયાસો કરવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસે પ્રદર્શનકારી ખેડૂતો પાસે એક કલાકનો સમય માંગ્યો છે. બુરાડી સુધીનો રસ્તો સાફ કરવામાં આવી રહ્યુ છે જેથી ખેડૂતો આગળ વધી શકે. ટિકરી બોર્ડર ક્લિયર કરવામાં આવી છે. ખેડૂતોની માટે રોડ ખુલી ગયા છે. સ્વરાજ ઇન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવ પર પહોંચી ગયા છે.