સમગ્ર વિશ્વને કોરોના મહામારીના ખપ્પરમાં ધકેલી દેનાર નફ્ફટ ચીને ફરી નવુ જુઠ્ઠાણું ફેલાવ્યુ છે. ચીનની સરકારે અગાઉ એવો દાવો કર્યો છે કે વુહાનમાં કોવિડ-19નો વાયરસ ફેલાયો તેની પહેલા આ મહામારી ઇટલી સહિત દુનિયાના અન્ય દેશોમાં ફેલાઇ ચૂકી હતી. હવે ચીનના એક વૈજ્ઞાનિકે લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે હવે એવો આરોપ મૂક્યો છે કે, કોરોના વાયરસ ભારતમાંથી પ્રથમવાર દુનિયામાં ફેલાયો છે.અલબત્ત ચીનના આ દાવાને નિષ્ણાંતોએ ફગાવી દીધો છે.
ભારતમાં વર્ષ 2019ના ઉનાળામાં ઉદ્દભવ્યો કોરોના
ચીનના વૈજ્ઞાનિકોના એક સૂહે કહ્યુ કે, કોરોના વાયરસ સંભવતઃ ભારતમાં વર્ષ 2019ની ગરમીની સીઝનમાં પૈદા થયો. કોરોના વાયરસ પશુઓમાંથી દૂષિત પાણી મારફતે મનુષ્યોમાં આવ્યો. ત્યારબાદ તે વુહાન પહોંચ્યો. જ્યાં પ્રથમવાર કોરોના વાયરસની પ્રથમવાર પૃષ્ટિ થઇ હતી.
પોતાના રિસર્ચ પેપરમાં આ વૈજ્ઞાનિકોએ ફિલોજેનેટિક એનાલિસ્ટની મદદ લીધી હતી જેથી કોરોના વાયરસના સ્ત્રોતને શોધી શકાય. અન્ય તમામ કોશિકાઓની જેમ જ વાયરસ પર મ્યૂટેટ હોય છે અને ત્યારબાદ પૈદા થાય છે. આ દરમિયાન તેમના ડીએનએમાં સાધારણ ફેરફાર આવે છે. ચીની વૈજ્ઞાનિકોના એક જૂથે દાવો કર્યો કે જે વાયરસનો અત્યંત ઓછો મ્યુટેશન હોય છે, તેને શોધીને કોરોના વાયરસના સ્ત્રોતની જાણકારી મેળવી શકાય છે.
વુહાનમાં મેળલ કોરોના વાયરસ અસલી વાયરસ નથી
ચીની વૈજ્ઞાનિકોએ આ પદ્ધતિનો ઉપયોગ કરીને દાવો કર્યો છે કે, વુહાનમાં મળેલ કોરોના વાયરસ અસલી વાયરસ નથી. તેમણે સંશોધનમાં કોરોના વાયરસ બાંગ્લાદેશ, અમેરિકા, ગ્રીસ, ઓસ્ટ્રેલિયા, ભારત, ઇટાલી, ચેક રિપબ્લિક, રશિયા કે સાર્બિયામાં પૈદા થયો હોવાનો સંકેત મળે છે. ચીનની સંશોધનકર્તાઓએ દલીલી કરી છે કે, ભારત અને બાંગ્લાદેશમાં સૌથી ઓછા મ્યુટેશનવાળા સેમ્પલ મળ્યા છે અને ચીનના પડોશી દેશ છે, આથી શક્ય છે કે સૌથી પહેલા સંક્રમણ ત્યાં જ થયુ હતુ. વાયરસના મ્યૂટેશનમાં લાગતા સમય અને આ દેશોમાં લીધેલ સેમ્પલના આધારે ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસ જુલાઇ કે ઓગસ્ટમાં 2019માં પ્રથમવાર ફેલાયો હશે.