દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો સતત ચાલુ રહ્યો છે અને સળંગ આઠમાં દિવસે ઇંધણના ભાવ વધ્યા છે. આજે તો ભારતમાં પેટ્રોલનો ભાવ ફરી પ્રતિ લિટર દીઠ 82 રૂપિયાને વટાવી ગયો છે. તો ડીઝલ પણ વધીને પ્રતિ લીટર રૂ.72ની સપાટીને ક્રોસ કરી ગયુ છે. આજે પેટ્રોલ અને ડીઝળના ભાવમાં લીટર દીઠ 21થી 24 પૈસા અને 26થી 28 પૈસાનો વધારોન ધાયો છે. જેને પગલે ભારતમાં રિટેલ બજારમાં પેટ્રોલનો ભાવ 82 રૂપિયા અને ડીઝલનો ભાવ 72 રૂપિયા પ્રતિ લિટરની સપાટીને વટાવી ગયા છે. ઇંધણના ભાવ વધતા લોકોનો પેટ્રોલ-ડીઝલ પાછળનો ખર્ચ ઘણો વધી ગયો છે.
જાણો વિવિધ શહેરોના પેટ્રોલ-ડીઝલના ભાવ | ||
શહેર | ડીઝલ | પેટ્રોલ |
દિલ્દી | રૂ.72.13 | રૂ.82.13 |
કલકત્તા | રૂ.75.70 | રૂ.83.67 |
મુંબઇ | રૂ.78.66 | રૂ.88.81 |
ચેન્નઇ | રૂ.77.56 | રૂ.85.12 |
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત તેજીને પગલે ભારતમાં ઇંધણના ભાવ વધી રહ્યા છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 50 ડોલરની ઉપર ટ્રેડ થઇ રહ્યા છે જેની સીધી અસરથી ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થઇ રહ્યુ છે. કોરોના વેક્સીન ટુંક સમયમાં મળવાની આશાથી ક્રૂડની માંગ ફરી વધવાની સંભાવના છે તેથી ભાવ વધી રહ્યા છે.