નવી દિલ્હીઃ દેશમાં કેબ સર્વિસ પુરી પાડતી કંપનીઓ ઉંચું ભાડુ વસૂલતી હોવાની ફરિયાદ ઉઠી હતી જેને પગલે કેન્દ્ર સરકાર દ્વારા કડક ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આથી હવે ઓલા-ઉબર જેવી ઓનલાઇન કેબ સર્વિસ પુરી પાડતી કંપનીઓ તેમના મુસાફરો પાસેથી મનમાની રીતે ભાડુ વસૂલી શકશે નહીં.
પિક અવર્સ દરમિયાન કેબ એગ્રીગેટર કંપનીઓ ભાડુ વધારી દેતી હતી. પરંતુ હવે સરકારે તેમની ઉપર લગામ મૂકી છે. સરકારે નવા નિયમો જાહેર કરી ઓલા-ઉબર જેવી કેબ સર્વિસ આપતી કંપનીઓ દ્વારા માંગ વધતા ભાડુ વધારવા પર એક મર્યાદા નક્કી કરી છે. હવે કંપનીઓ મૂળભુત ભાડાંથી દોઢ કરતા વધારે ભાડુ વસૂલી શકશે નહીં.
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈંસ 2020-જાહેર કરી છે. આ ગાઈડલાઈન્સ અંતર્ગત એગ્રીગેટર્સને રાજ્ય સરકાર પાસે લાઈસન્સ લેવાનું રહેશે. સાથે જ રાજ્ય સરકાર પણ ભાડા નક્કી કરશે. આ ઉપરાંત એગ્રીગેટરની પરિભાષાને પણ સામેલ કરવામાં આવી છે. તેના માટે મોટર વ્હીકલ 1988ના મોટર વ્હીકલ એક્ટ, 2019ને સંશોધિત કરવામાં આવ્યુ છે.
કેબ કંપનીઓએ તેમના લક્ષ્યાંક શેયર્ડ મોબિલીટીને રેગ્યુલેટ કરવાની સાથે ટ્રાફિક અને પ્રદૂષણને ઓછુ કરવાનું છે. આ ઉપરાંત એગ્રીગેટરની પરિભાષાને પણ સામેલ કરવામાં આવી છે. તેના માટે મોટર વ્હીકલ 1988ની મોટર વ્હીકલ એક્ટ 2019ને સંશોધિત કરવામાં આવી છે. એગ્રીગેટરના બેસ ફેયરથી 50 ટકા ઓછો ચાર્જ કરવાની મંજૂરી મળશે. કેંસિલેશન ફીસનું કુલ ભાડૂ 10 ટકા કરવામાં આવ્યુ છે. જે રાઈડર અને ડ્રાઈવર બંને માટે 100 રૂપિયાથી વધારે નહીં હોય. ડેટાને ભારત સરકારના કાયદા અનુસાર સુલભ બનાવવનું હશે, પણ ગ્રાહકોના ડેટાને યુઝર્સની સહમતી વગર શેર કરી શકાશે નહીં.
આ ગાઈડલાઈન્સ અનુસાર હવે દરેક ડ્રાઈવરને 80 ટકા ભાડૂ મળશે. જ્યારે કંપનીઓની પાસે 20 ટકા ભાડૂ જ રહેશે. એગ્રીગેટરને રેગ્યુલેટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સનું રાજ્ય સરકારોએ પાલન કરવાનું રહેશે. લાઈસન્સની જરૂરિયાતને ધ્યાને રાખીને ખાસ વ્યવ્સથા કરવાની રહેશે. એક્ટના સેક્શન 93 અનુસાર દંડની જોગવાઈ પણ છે.