અમદાવાદઃ ગુજરાતમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને પગલે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ખાનગી લેબોરેટરીઝમાં કરવામાં આવતા કોરોનાના RTPCR ટેસ્ટના રેટ ઘટાડીને 800 કર્યો છે. જો ઘરે આવીને RTPCR ટેસ્ટ કરે તો 1100 રૂપિયા ચાર્જ લાગશે. રાજ્ય સરકારે અગાઉ લેબોરેટરીમાં જઇને RTPCR ટેસ્ટ કરાવો 1500 રૂપિયા અને ઘરે આવીને સેમ્પલ લે તો 2000 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં રાજસ્થાન સરકાર અને અત્યાર બાદ ગઇકાલ સોમવારે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે પણ દેશની રાજધાનીની તમામ ખાનગી લેબોરેટરીઓને કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટનો ભાવ ૨૪૦૦ રૂપિયાથી ઘટાડીને ૮૦૦ રૂપિયા કરવાનો આદેશ આપ્યો છે. આ જોતા હવે ગુજરાત સરકાર પર દિલ્હી સરકારને પગલે આ ટેસ્ટના ચાર્જ ઘટાડે તેવી વ્યાપક આશા સેવાઇ રહી હતી જે સાચી પડી છે.
કોરોના સંક્રમણ થયુ છે કે નહી તે જાણવા માટે RTPCR ટેસ્ટ અસરકારક મનાય છે. ગુજરાતમાં એક બાજુ કોરોના વાયરસની બીજી લહેર શરૂ થઇ ગઇ છે અને સતત મોટી સંખ્યામાં નવા સંક્રમણના કેસો નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા RTPCR ટેસ્ટના ચાર્જમાં કરાયેલો આ ધરખમ ઘટાડો ઘણું મહત્વપૂર્ણ સાબિત થશે. ચાર્જ ઘટતા લોકોને RTPCR ટેસ્ટ કરાવવામાં ઘણી સગવડતા પડશે