નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી અને લોકડાઉનના ફટકાથી અર્થતંત્ર રિકવરીના પંથે છે અને તેના ઘણા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે. આજે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ નવેમ્બર મહિનામાં ગુડ્સ અને સર્વિસ ટેક્સ હેઠળ થતી કમાણી એટલે કે GST ક્લેક્શન 1,04,963 કરોડ રૂપિયા નોંધાયુ છે. આ સાથે એપ્રિલ 2020થી શરૂ થયેલા નવા નાણાંકીય વર્ષે સતત બીજી વખતે GST ક્લેક્શન 1 લાખ કરોડ રૂપિયાના સિમાચિહ્નની ઉપર નોંધાયુ છે.
ગત ઓક્ટોબર 2020માં પણ GST ક્લેક્શન 1.05 લાખ કરોડ નોંધાયુ હતુ. અલબત્ત વાર્ષિક તુલનાએ પણ GST ક્લેકશનમાં વૃદ્ધિ નોંધાઇ છે. નવેમ્બર 2019માં પણ GST ક્લેક્શન 1.03 લાખ કરોડ નોંધાયુ હતુ. ટકાવારીની રીતે વાર્ષિક તુલનાએ નવેમ્બર 2020માં GST ક્લેક્શન 1.4 ટકા વધ્યુ છે એવું નાણાંમંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યુ છે.
નિષ્ણાંતોએ જણાવ્યુ કે, સતત બીજા મહિને 1 લાખ કરોડ રૂપિયાના સિમાચિહ્નની ઉપર રહેલ GST ક્લેક્શન એ અર્થતંત્રમાં રિકવરીના સંકેત આપે છે.
Gross GST revenue collected in November is Rs 1,04,963 Cr of which CGST is Rs 19,189 Cr, SGST is Rs 25,540 Cr, IGST is Rs 51,992 Cr and Cess is Rs 8,242 Cr: Ministry of Finance pic.twitter.com/NcVJQLn02J
— ANI (@ANI) December 1, 2020
“>
નાણાં મંત્રાલયના આંકડા મુજબ નવેમ્બર, 2020માં જીએસટી પેટે સરકારને 1,04,963 કરોડ રૂપિયાની આવક થઇ છે. જેમાં CGST પેટે સરકારને 19,189 કરોડ રૂપિયા અને SGST પેટે સરકારને 25,540 કરોડ રૂપિયા એક્ત્ર કર્યા છે. તેવી જ રીતે IGST પેટે સરકારને 51,992 કરોડ રૂપિયાની આવક થઇ છે. તો સેસ મારફતે પણ કેન્દ્ર સરકારને 8,242 કરોડ રૂપિયાની આવક થઇ છે.